હવે ગૌતમ ગંભીરે આ ક્રિકેટર પર સાધ્યું નિશાન…
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ પૂરો થયા પછી હજુ પણ હાર અને જીત માટેની પ્રતિક્રિયાઓનો દોર ચાલુ જ છે, જેમાં ભારતીય સુકાની રોહિત શર્માનું નિવેદન હવે ચર્ચામાં છે. રોહિત શર્માના નિવેદન મુદ્દે નારાજગી વ્યક્ત કરીને પૂર્વ ભારતીય ઓપનર કમ રાજકારણી ગૌતમ ગંભીરે જોરદાર નિશાન સાધ્યું હતું.
રોહિતે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા કહ્યું હતું કે ટીમ કોચ રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે. દ્રવિડ 2003માં ફાઇનલમાં હારી ગયેલી ટીમનો સભ્ય હતો. આ પછી તેમની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા 2007 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ. આવી સ્થિતિમાં રોહિત શર્મા તેમના સપના પૂરા કરવા માંગતો હતો.
રોહિતે ફાઈનલ પહેલા દ્રવિડના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે અને અન્ય ખેલાડીઓ કોચ માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે. રોહિત શર્માના આ નિવેદનથી ગૌતમ ગંભીર ખૂબ ગુસ્સે થયો હતો અને તેણે રોહિતની ટીકા કરી હતી.
2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા ગંભીરે કહ્યું હતું કે દરેક ખેલાડી અને કોચ વર્લ્ડ કપ જીતવા માંગે છે, પરંતુ દરેક વ્યક્તિએ પહેલા દેશ માટે વર્લ્ડ કપ જીતવો જોઈએ. 2011માં બધા સચિન તેંડુલકરનું નામ લઈ રહ્યા હતા પરંતુ તેણે દેશનું નામ લીધું હતું.
ગંભીરે કહ્યું હતું કે ‘તમે તમારા દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરો. જો તમને કોઈ ખાસ માણસ માટે કંઈક લાગે છે તો તેને જાહેરમાં કહો નહીં. દેશ માટે વર્લ્ડ કપ જીતવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.