સ્પોર્ટસ

આગામી 20-ટવેન્ટીના વર્લ્ડ કપના સુકાની માટે આવ્યા હવે આ મોટા ન્યૂઝ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ સિરીઝની ટવેન્ટી-ટવેન્ટી મેચ રમાઈ રહી છે ત્યારે આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપના ભારતીય સુકાની માટે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે.

ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે રોહિત શર્માને કેપ્ટનશીપ માટે રાજી કરવા માંગે છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ રોહિત શર્માની ઇચ્છા ના હોવા છતાં બીસીસીઆઇ ઇચ્છે છે કે રોહિત શર્મા આગામી ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળે.

બીસીસીઆઈના સચિવ અને પસંદગી સમિતિના કન્વીનર જય શાહ અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર વચ્ચે ટી-20 વર્લ્ડકપ માટેની ટીમો પર ચર્ચા કરવા બેઠક યોજાશે. ટી-20 ફોર્મેટમાં ભારતનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાથી બીસીસીઆઇને સૂર્યકુમાર યાદવ અથવા રોહિત શર્મા બેમાંથી એકની પસંદગી કરવાની છે.

રોહિતે અગાઉ કહ્યું હતું કે તે ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી પરંતુ વન-ડે વર્લ્ડ કપમાં તેણે જે રીતે ટીમનું નેતૃત્વ કર્યું તેના કારણે બીસીસીઆઇને વિશ્વાસ છે કે તેણે ટી-20 વર્લ્ડકપ સુધી વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશીપ સંભાળવી જોઇએ.

બીસીસીઆઇના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે “હા, એક પ્રશ્ન રહે છે કે જ્યારે હાર્દિક પાછો આવે છે ત્યારે શું થશે પરંતુ બીસીસીઆઇને લાગે છે કે જો રોહિત ટી-20માં નેતૃત્વ કરવા માટે સહમત થાય છે તો તે ટી-20 વર્લ્ડ કપમાં નેતૃત્વ કરશે.

જો રોહિત સહમત નહી થાય તો વર્લ્ડકપમાં સૂર્યકુમારને કેપ્ટનશીપમાં સોંપવામાં આવી શકે છે. નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં રમાવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker