ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Norway Chess : પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ નંબર-વન કાર્લસનને પહેલી વાર ક્લાસિકલ ચેસમાં કર્યો પરાસ્ત

સ્ટૅવેન્જર (નોર્વે): ભારતનો ટીનેજ ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ (Praggnanandhaa) અગાઉ કેટલીક વાર વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (Magnus Carlsen)ને હરાવી ચૂક્યો છે, પણ બુધવારે પ્રજ્ઞાનાનંદે તેને એક ફૉર્મેટમાં હરાવીને ભારત માટે નવો ઇતિહાસ સરજ્યો હતો. તેણે કાર્લસનને તેના જ દેશમાં પહેલી જ વાર ક્લાસિકલ ફૉર્મેટમાં હરાવીને સનસનાટી મચાવી દીધી છે.

ક્લાસિકલ ફૉર્મેટ બીજી રીતે સ્લો ચેસ તરીકે પણ ઓળખાય છે. આ મૅચ કલાકો સુધી ચાલે છે અને ખેલાડીને પ્રત્યેક મૂવ માટે પૂરતો સમય લેવાની છૂટ મળે છે. આ ફૉર્મેટ બ્લિટ્ઝ કે રૅપિડ ચેસના ફૉર્મેટથી તદ્ન ભિન્ન હોય છે.

18 વર્ષના પ્રજ્ઞાનાનંદે અહીં નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં કાર્લસનને હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું.
ત્રીજા રાઉન્ડને અંતે પ્રજ્ઞાનાનંદના સૌથી વધુ 5.5 પૉઇન્ટ છે. અમેરિકાનો ફૅબિયાનો કૅરુઆના પાંચ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. તેણે ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને હરાવ્યો હતો. આગામી નવેમ્બરમાં ભારતનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ડિન્ગ લિરેનને પડકારવાનો છે.

કાર્લસન માત્ર ત્રણ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ખુદ વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન 2.5 પૉઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
મહિલાઓમાં પ્રજ્ઞાનાનંદની મોટી બહેન આર. વૈશાલીએ પણ નોર્વેની હરીફ સામે જીત મેળવી હતી. તેણે ઍના મૂઝચુકને હરાવીને મહિલા વર્ગમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button