નીતીશ કુમાર રેડ્ડીઃ ફ્લાવર નહીં, ફાયર હૈ
ભારતને વૉશિંગ્ટન સાથે મળીને ફૉલો-ઑનથી બચાવનાર આંધ્રના યુવા બૅટરનું હાફ સેન્ચુરી વખતે પુષ્પા'ની અને સેન્ચુરી વખતેબાહુબલી'ની સ્ટાઇલમાં સેલિબ્રેશન
મેલબર્નઃ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ધમાકેદાર ઇનિંગ્સ રમી ચૂકેલા 21 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર અને રાઇટ-હૅન્ડ પેસ બોલર નીતીશ કુમાર રેડ્ડી (105 નૉટઆઉટ, 176 બૉલ, એક સિક્સર, દસ ફોર)એ ટેસ્ટ-ક્રિકેટના સૌથી જૂના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી ભારતીય ટીમને મુસીબતમાંથી ઉગારીને 83,073 પ્રેક્ષકો અને કરોડો ટીવીદર્શકોના દિલ જીતી લીધા હતા. શાંત સ્વભાવનો નીતીશ બૅટિંગમાં અગ્રેસિવ કરતાં ડિફેન્સિવ વધુ હોય છે એમ છતાં તેણે આજે અહીં યાદગાર ઇનિંગ્સ રમીને પોતાની બૅટિંગ-તાકાત આંતરરાષ્ટ્રીય ફલક પર પણ બતાવી દીધી હતી.
આ પણ વાંચો: નીતીશ રેડ્ડીની લડાયક સદીએ ટીમ ઇન્ડિયાને મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધી
નીતીશ કુમાર રેડ્ડી ચાહકોમાં એનકેઆર તરીકે જાણીતો છે. બીસીસીઆઇએ એક્સ (ટવિટર) પર નીતીશ રેડ્ડી માટે ફ્લાવર નહીં, ફાયર હૈ' એવું લખીને તેની ઇનિંગ્સને અનેરું સન્માન આપ્યું હતું. નીતીશે 81 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી ત્યારે
પુષ્પાઃ ધ રાઇઝ’ ફિલ્મ-ફેમ અલ્લુ અર્જુન (પુષ્પા રાજ)ની સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. ત્યાર બાદ તેણે 171 બૉલમાં સેન્ચુરી પૂરી કરી ત્યારે `બાહુબલી’ના પોઝમાં સેલિબે્રશન કર્યું હતું. તે ઘૂંટણિયે બેઠો હતો અને બૅટ મેદાન પર ઊભું રાખીને એના હૅન્ડલ પર હેલ્મેટ ગોઠવી હતી અને પછી એક હાથ આકાશની દિશામાં ઊંચો કરીને સદી સેલિબ્રેટ કરી હતી.
નીતીશની આ ચોથી ટેસ્ટ છે. તે ભારત વતી ત્રણ ટી-20 પણ રમી ચૂક્યો છે.