સ્પોર્ટસ

નિતિન મેનન આઇસીસી એલીટ પેનલના રહેશે અમ્પાયર…

જયરામન મદનગોપાલને ઇમર્જિંગ પેનલમાં મળ્યું સ્થાન

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) એ આજે દક્ષિણ આફ્રિકાના અલાઉદ્દીન પાલેકર અને ઇંગ્લેન્ડના એલેક્સ વ્હાર્ફને આઇસીસી અમ્પાયરોના એલિટ પેનલમાં સામેલ કર્યા છે, જેમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે. ભારતના જયરામન મદનગોપાલને ઇમર્જિંગ પેનલમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. મેનન અમ્પાયરોની એલિટ પેનલમાં મેનન રિચાર્ડ ઇલિંગવર્થ પછી બીજા ક્રમે છે. પાલેકર અને વ્હાર્ફ એલીટ પેનલમાં માઈકલ ગૉફ અને જોએલ વિલ્સનનું સ્થાન લેશે.

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય મદનગોપાલને ઇમર્જિંગ પેનલમાં બઢતી આપવામાં આવી છે. આનાથી તે વિદેશી ટેસ્ટ અને વન-ડે મેચોમાં અમ્પાયરિંગ કરવા માટે લાયક બને છે. તમિલનાડુના ભૂતપૂર્વ ખેલાડી મદનગોપાલે અત્યાર સુધીમાં એક ટેસ્ટ, 22 વનડે અને 42 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પાલેકરે પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ચાર ટેસ્ટ, 23 વનડે અને 67 ટી20 તેમજ 17 મહિલા આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. તેમણે મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 અને અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2024 જેવી મોટી આઇસીસી ટુર્નામેન્ટમાં પણ અમ્પાયરિંગ કર્યું છે.

વ્હાર્ફ પાસે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાનો 16 વર્ષનો અનુભવ છે. તેમણે ઈંગ્લેન્ડ માટે 13 વનડે પણ રમી છે. વ્હાર્ફે પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાત ટેસ્ટ, 33 વનડે અને 45 ટી૨૦ મેચમાં મેદાન પર અમ્પાયરિંગ કર્યું છે.

આ પણ વાંચો : IPL 2025: અમદાવાદમાં ગિલ 47 રન બનાવતા જ રચશે ઈતિહાસ, જાણો વિગત…

આઇસીસી ચેરમેન જય શાહે નવા સભ્યો પાલેકર અને વ્હાર્ફ બંનેને અભિનંદન આપ્યા અને વિદાય લેનારા અમ્પાયરો ગૉફ અને વિલ્સનનો પણ આભાર માન્યો હતો. શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એલિટ પેનલમાં સમાવેશ થવાથી ઘણું દબાણ આવે છે, બધાની નજર તમારા પર હોય છે પરંતુ અમને વિશ્વાસ છે કે અલાઉદ્દીન અને એલેક્સ બંને પાસે ટોચના સ્તરે સતત પ્રદર્શન કરવાનો અનુભવ અને કુશળતા છે.” આઇસીસી તરફથી હું તેમને આગામી સીઝન અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button