પ્રથમ જૂનિયર મહિલા એશિયા કપમાં ભારતીય અંડર-19 ટીમની કેપ્ટન બની નિક્કી પ્રસાદ
નવી દિલ્હીઃ નિક્કી પ્રસાદ 15 થી 22 ડિસેમ્બર સુધી કુઆલાલંપુરમાં યોજાનારી જૂનિયર મહિલા એશિયા કપની પ્રથમ ટુર્નામેન્ટમાં ભારતની અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે. તમામ મેચો બ્યુમાસ ક્રિકેટ ઓવલ ખાતે રમાશે. સાનિકા ચાલકેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે જ્યારે ગુજરાત જાયન્ટ્સની ફાસ્ટ બોલર એમડી શબનમને પણ ટીમમાં સામેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ, સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો
ભારતને પાકિસ્તાન અને નેપાળની સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને યજમાન મલેશિયાનો સમાવેશ થાય છે. ભારત ટુનામેન્ટના પ્રથમ દિવસે 15 ડિસેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે અને ત્યારબાદ 17 ડિસેમ્બરે નેપાળ સામે રમશે.
દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ફોર માટે ક્વોલિફાય થશે અને સુપર ફોરની ટોચની બે ટીમો 22 ડિસેમ્બરે ફાઇનલમાં રમશે.
ભારતીય અંડર-19 ટીમ
નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે, જી ત્રિશા, કમાલિની જી, ભાવિકા અહિરે, ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, જોશિતા વીજે, સોનમ યાદવ, પરુણિકા સિસોદિયા, કેસરી દ્રિથી, આયુષી શુક્લા, આનંદિતા કિશોર , એમડી શબનમ, નંદના એસ.
સ્ટેન્ડબાય: હર્લી ગાલા, હેપ્પી કુમારી, જી કાવ્યા શ્રી, ગાયત્રી સુરવાસે
નોન-ટ્રાવેલિંગ રિઝર્વઃ પ્રાપ્તિ રાવલ.