સ્પોર્ટસ
નિકોલસ પૂરને કૅરિબિયન ટીમને રોમાંચક જીત અપાવી
ટૅરોબા: અહીં શુક્રવારે પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકા (174/7)ને વેસ્ટ ઇન્ડિઝે (17.5 ઓવરમાં 176/3) સાત વિકેટે હરાવીને 1-0થી સરસાઈ લીધી હતી.
ટૅરોબામાં બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝનો આ ટી-20નો સૌથી સફળ ચેઝ છે.
નિકોલસ પૂરન (65 અણનમ, 26 બૉલ, સાત સિક્સર, બે ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. શાઇ હોપે 51 અને અલિક અથાનાઝે 40 રન બનાવ્યા હતા. અલિક અને હોપ વચ્ચેની 84 રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે જીતનો પાયો નખાયો હતો.
સાઉથ આફ્રિકા વતી ઑટેનિલ બાર્ટમેને બે તથા મફાકાએ એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ સાઉથ આફ્રિકા મૅથ્યૂ ફોર્ડેની ત્રણ વિકેટને લીધે 174 રન બનાવી શક્યું હતું. ટ્રિસ્ટેન સ્ટબ્સના એમાં 76 રન સામેલ હતા.
સાઉથ આફ્રિકાએ બે મૅચની ટેસ્ટ-શ્રેણી 1-0થી જીતી લીધી હતી.