બેંગલુરુઃ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 41મી મેચ રમાઈ રહી છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની કીવી ટીમ અત્યારે 8 મેચમાં 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. કુસલ મેન્ડિસની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ 8 મેચમાં 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ન્યૂઝીલેન્ડે તેની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે, જેમાં ઈશ સોઢીના સ્થાને લોકી ફર્ગ્યુસનનો સમાવેશ કર્યો છે. જ્યારે શ્રીલંકાએ તેના પ્લેઇંગ 11માં પણ એક ફેરફાર કર્યો છે અને કસુન રાજીથની જગ્યાએ ચમિકા કરુણારત્નેનો સમાવેશ કર્યો છે. ન્યુઝીલેન્ડ આજની મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. જ્યારે શ્રીલંકાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવા પર હશે આથી તે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 101 વનડે રમાઈ છે. કિવી ટીમે આમાં 51-41ની લીડ જાળવી રાખી છે. એક મેચ ટાઈ રહી હતી જ્યારે આઠ મેચનું પરિણામ આવ્યું ન હતું. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે 11 ટક્કર થઈ હતી, જેમાં શ્રીલંકા 6-5થી આગળ છે. કિવી ટીમ આજે સ્કોર સેટલ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને