વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 50 ઓવરમાં નવ વિકેટે 245 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 42.5 ઓવરમાં બે વિકેટે 248 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
કેપ્ટન કેન વિલિયમ્સ બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા. વિલિયમ્સનની આ વર્લ્ડ કપની આ પ્રથમ મેચ હતી. વિલિયમ્સન હવે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ 50 થી વધુ રન કરનાર ખેલાડી બની ગયો છે. વિલિયમ્સને તેની કારકિર્દીમાં 134મી વખત 50થી વધુ રન બનાવ્યા છે. આ કરીને તેણે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રોસ ટેલરનો રેકોર્ડ તોડ્યો હતો.
કેન વિલિયમ્સન પહેલા આ રેકોર્ડ રોસ ટેલરના નામે હતો. રોસ ટેલરે ન્યૂઝીલેન્ડ માટે તમામ ફોર્મેટમાં 133 વખત 50 કે તેથી વધુ રન કર્યા હતા. હવે કેન વિલિયમ્સને તેને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ ત્રીજા સ્થાને છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 112 વખત આવું કારનામું કર્યું છે.
આ યાદીમાં ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓપનર માર્ટિન ગુપ્ટિલનું નામ પણ સામેલ છે. તેણે તેની કારકિર્દીમાં 50 કે તેથી વધુ 99 વખત સ્કોર કર્યો છે. ન્યૂઝીલેન્ડ માટે વર્ષો સુધી વિસ્ફોટક બેટિંગ કરનાર બ્રેન્ડન મેક્કુલમનું નામ પણ આ યાદીમાં સામેલ છે. મેક્કુલમે ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળીને 50 કે તેથી વધુ 95 વખત રન કર્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને