નેશનલસ્પોર્ટસ

પ્રથમ ટેસ્ટમાં ભારત મોટી મુસીબતમાં, 34 રનમાં ગુમાવી છ વિકેટ

પિચનો વિવાદ થઈ શકે : વિરાટ સહિત ચાર બૅટરના રન ઝીરો

બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે બૅટિંગ પસંદ કર્યા ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. લંચના બ્રેક સુધીમાં ભારતે માત્ર 34 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત 15 રને રમી રહ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 36 રન ભારતનો લોએસ્ટ સ્કોર અને 42 રન સેકન્ડ લોએસ્ટ છે. 1955માં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ઇંગ્લૅન્ડ સામે ફક્ત 26 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ટેસ્ટના ઇતિહાસમાં એ સૌથી લોએસ્ટ સ્કોર છે.
ભારે વરસાદ પછી રમાતી આ મૅચ માટેની પિચનો વિવાદ થઈ શકે.

સવારે 10.27 વાગ્યે વરસાદ પડવાનો શરૂ થતાં રમત અટકાવવામાં આવી ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 13 રન હતો. કેપ્ટન રોહિત શર્મા (સોળ બૉલમાં બે રન), વિરાટ કોહલી (નવ બૉલમાં ઝીરો) અને સરફરાઝ ખાન (ત્રણ બૉલમાં ઝીરો) વિકેટ ગુમાવી બેઠા હતા.

રમત ફરી શરૂ થયા બાદ ભારતે જોત જોતામાં બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (63 બૉલમાં 13 રન), કેએલ રાહુલ (છ બૉલમાં ઝીરો) અને રવીન્દ્ર જાડેજા (છ બૉલમાં ઝીરો) પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

છ માંથી ત્રણ વિકેટ પેસ બોલર ઑ’રુરકીએ, બે વિકેટ મૅટ હેન્રીએ અને એક વિકેટ ટિમ સાઉધીએ લીધી હતી.
શુભમન ગિલ ગરદનની ઈજાને લીધે અનફિટ હોવા બદલ નથી રમી રહ્યો અને તેના સ્થાને સરફરાઝ ખાનને ભારત વતી ફરી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો છે. જોકે તે આ તકનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો. તે પોતાના ત્રીજા જ બૉલમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button