સ્પોર્ટસ

હમ હૈ તૈયારઃ Indiaને હરાવવા Kiwi કેપ્ટને કરી નાખી મોટી જાહેરાત

બેંગલુરુ: શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ 0-2થી હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ (New Zealand Cricket team) ભારતના પ્રવાસ માટે રવાના થઇ છે. 16 ઓક્ટોબરથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. ભારત માટે રવાના થતા પહેલા ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે (Tom Latham) કહ્યું કે આ સિરીઝ દરમિયાન તેની ટીમ તરફથી આક્રમક ક્રિકેટ જોવા મળશે.

શ્રીલંકા પ્રવાસ પર એકતરફી હાર બાદ ટિમ સાઉથીએ કેપ્ટનશીપ છોડી દેતાં ટોમ લાથમને આ પ્રવાસ માટે ટીમના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. કેન વિલિયમસન ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે, જે ન્યૂઝીલેન્ડની ટીમ માટે મોટો ફટકો છે. જો કે, તેમ છતાં, ભારત પ્રવાસ પર રવાના થતા પહેલા, ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમ તરફથી એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેણે આશા વ્યક્ત કરી છે કે આ શ્રેણી દરમિયાન તેની ટીમ તરફથી આક્રમક ક્રિકેટ જોવા મળશે.

ટોમ લાથમે ભારત પ્રવાસ પર રવાના થતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતમાં જઈને રમવું હંમેશા એક પડકાર હોય છે અને એકવાર અમે ત્યાં જઈને અમારી યોજના મુજબ રમીશું, તો અમે તેમને હરાવી શકીશું. ભારતમાં, આપણે જોયું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમને હરાવી ચૂકેલી દરેક ટીમ ભારત સામે ખૂબ જ આક્રમક ક્રિકેટ રમી છે, ખાસ કરીને બેટિંગમાં.

તેમણે કહ્યું કે ત્યાં પહોંચ્યા પછી પરિસ્થિતિને જોઈને અમે નક્કી કરીશું કે અમારે કેવી યોજના સાથે રમવું છે, પરંતુ તમામ ખેલાડીઓએ પોતપોતાની યોજના બનાવી લીધી છે કે તેમને આ ટેસ્ટ શ્રેણીમાં કેવી રીતે રમવું છે.

ભારતમાં ન્યુઝીલેન્ડની ટીમનો ટેસ્ટ રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે, ન્યુઝીલેન્ડ ભારતમાં એક વખત પણ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી, ન્યુઝીલેન્ડ ભારતમાં 36માંથી માત્ર 2 જ મેચ જીતી શકી છે. ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લે વર્ષ 1988માં ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button