T20 World Cup 2024સ્પોર્ટસ

WI vs NZ Highlights: વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને 13 રનથી હરાવ્યું, જીતની હેટ્રિક ફટકારીને વેસ્ટ ઈન્ડિઝનો સુપર-8માં પ્રવેશ

ત્રિનિદાદ: T20 વર્લ્ડ કપ 2024ની 26મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને હરાવી (WI beats NZ) ને સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ની આ સતત ત્રીજી જીત હતી, ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તેણે ન્યૂઝીલેન્ડ(New Zealand)ને 13 રનથી હરાવ્યું હતું. શેરફેન રધરફોર્ડ અને અલ્ઝારી જોસેફે વેસ્ટ ઈન્ડિઝની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતારેલી વેસ્ટ ઈન્ડિઝના રધરફોર્ડે 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 68 રન બનાવ્યા અને જયારે બોલિંગ વિભગમાં અલ્ઝારીએ સૌથી વધુ 4 વિકેટ લીધી.

Read more: India vs Qatar Football Highlights: કતારના વિવાદાસ્પદ ગોલને કારણે ભારત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર; WATCH

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. જો કે, ન્યૂઝીલેન્ડના બોલરોએ શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝ પર પકડ જમાવી હતી અને 30 રનના સ્કોર પર 5 વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યાર બાદ શેરફેન રધરફોર્ડે તણાવ વચ્ચે શાનદાર ઇનિંગ રમી અને વેસ્ટ ઈન્ડિઝને 149 રનના સારા સ્કોર સુધી લઈ ગયો.

Read more: T20 World Cup: અર્શદીપનો ચાર વિકેટનો તરખાટ, અમેરિકાના આઠ વિકેટે 108

રન ચેઝ કરવા ઉતારેલી ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 136ના સ્કોર સુધી જ પહોંચી શકી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. ટીમ તરફથી અલ્ઝારી જોસેફે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 4 ઓવરમાં માત્ર 19 રન જ આપ્યા હતા. આ સિવાય સ્પિનર ગુડકેશ મોતીએ 3 વિકેટ ઝડપી હતી. અકીલ હુસૈન અને આન્દ્રે રસેલને 1-1 વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો