ઇંગ્લૅન્ડનો આ નવો કૅપ્ટન 136 વર્ષનો રેકૉર્ડ તોડવાની તૈયારીમાં | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડનો આ નવો કૅપ્ટન 136 વર્ષનો રેકૉર્ડ તોડવાની તૈયારીમાં

લંડનઃ ઇંગ્લૅન્ડનો 21 વર્ષનો ઑલરાન્ડર જૅકબ બેથેલ (Jacob Bethell) તેના દેશનો 136 વર્ષ જૂનો વિક્રમ (Record) તોડવાની તૈયારીમાં છે. તે આવતા મહિને આયર્લેન્ડ (Ireland) સામેની સિરીઝમાં સુકાન સંભાળશે એ સાથે ઇંગ્લૅન્ડનો સૌથી યુવાન કૅપ્ટન કહેવાશે.

ડબ્લિનમાં ઇંગ્લૅન્ડ અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મૅચની ટી-20 સિરીઝ રમાશે અને એમાં બેથેલ આ વિક્રમ કરશે. તે મૉન્ટી બૉડેનનો 1889ની સાલનો બ્રિટિશ રેકૉર્ડ તોડશે.

આપણ વાંચો: લિવિંગસ્ટન અને બેથેલે ઇંગ્લૅન્ડને સિરીઝ લેવલ કરી આપી…

મૉન્ટીએ 136 વર્ષ પહેલાં સુકાન સંભાળ્યું ત્યારે તેઓ 23 વર્ષના હતા. ત્યાર પછી ઇંગ્લૅન્ડના તમામ કૅપ્ટનો મૉન્ટી કરતાં મોટી ઉંમરના હતા. ઇંગ્લૅન્ડે 1877ની સાલમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ક્રિકેટની સૌપ્રથમ મૅચ રમ્યું હતું.

બેથેલે ગયા વર્ષે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં ડેબ્યૂ કર્યું હતું. આયર્લેન્ડ સામેની શ્રેણી 17મી સપ્ટેમ્બરે શરૂ થશે.
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર લ્યૂક રાઇટ સિલેક્શન કમિટીનો મેમ્બર છે.

તેણે શુક્રવારે જણાવ્યું હતું કે ` જૅકબ બેથેલ જ્યારથી ઇંગ્લૅન્ડની ટીમમાં આવ્યો ત્યારથી તેનામાં કૅપ્ટન્સીને લગતા ગુણ જોવા મળ્યા છે. આયર્લેન્ડ સામેની આગામી સિરીઝ તેનામાં નેતૃત્વને લગતું કૌશલ્ય જોવા મળશે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button