સ્પોર્ટસ

કૅપ્ટન્સી મળતાં જ આ પ્લેયરે ધમાકેદાર બૅટિંગ કરી

દિલ્હીમાં 280.00ના સ્ટ્રાઇક રેટથી ફટકારી હાફ સેન્ચુરી

નવી દિલ્હી: આયુષ બદોનીને આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) વતી ફટકાબાજી કરતો આપણે જોયો જ છે, દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં પણ તે ફરી એકવાર છવાઈ ગયો છે. આ વખતે તેણે કૅપ્ટન્સી મળતાં જ ધમાકેદાર બૅટિંગ કરી છે. તેણે છ છગ્ગા અને ત્રણ ચોક્કા ફટકાર્યા હતા.

પુરાની દિલ્હી સામેની મૅચમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 88 રનના મોટા તફાવતથી વિજય મેળવ્યો હતો અને એ જીતમાં સાઉથ દિલ્હીના મુખ્ય બૅટર પ્રિયાંશ આર્યનો તો સમાવેશ હતો જ, આયુષ બદોનીની પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
આ મૅચ સોમવાર, 26મી ઑગસ્ટે રમાઈ હતી જેમાં બદોનીએ ફક્ત 20 બૉલમાં 56 રન બનાવ્યા હતા. તે વનડાઉનમાં બૅટિંગ કરવા આવ્યો હતો અને ઓપનર પ્રિયાંશ સાથે 90 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. સાઉથ દિલ્હીએ 20 ઓવરમાં ત્રણ વિકેટે જે 235 રન બનાવ્યા હતા એમાં પ્રિયાંશનું સૌથી મોટું યોગદાન હતું. તેણે સાત સિક્સર અને નવ ફોરની મદદથી પંચાવન બૉલમાં અણનમ 107 રન બનાવ્યા હતા. પહેલાં તેણે સાથી-ઓપનર સાર્થક રે (49 રન) સાથે 101 રનની ભાગીદારી કરી અને પછી બદોની સાથે મળીને ટીમનો સ્કોર 200 રનની નજીક લઈ ગયો હતો.

આ પણ વાંચો : કૅપ્ટન હરમનપ્રીતનો ચોથો વર્લ્ડ કપ, ટીમમાં જાણો કોણ-કોણ છે…

સાઉથ દિલ્હીએ આપેલા 206 રનના લક્ષ્યાંક સામે પુરાની દિલ્હીની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 147 રન બનાવી શકી હતી અને એમાં અર્ણવ બગ્ગા (ત્રણ સિક્સરની મદદથી 36 રન)નો સૌથી મોટો ફાળો હતો. સાઉથ દિલ્હીના દિગ્વેશ રાઠીએ ત્રણ તેમ જ વિઝન પંચાલ તથા અંશુમાન હૂડાએ બે-બે વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker