નેપાળમાં કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો, શોપિંગ મોલ અને દુકાનો ખુલી...
સ્પોર્ટસ

નેપાળમાં કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો, શોપિંગ મોલ અને દુકાનો ખુલી…

કાઠમંડુ: નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થતા કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. જોકે, સેના હજુ થોડા દિવસો સુધી પેટ્રોલિંગ કરશે.

નેપાળના અનેક વિસ્તારોમાં જીવન પૂર્વવત થઈ રહ્યું છે. તેમજ નેપાળની સેનાના પ્રવક્તાએ પણ પૃષ્ટિ કરી છે કે દેશમાં હાલ કોઈ પ્રતિબંધ લાગુ નથી.

રોડ પર લોકોની અવર જવર શરુ
નેપાળમાં શરુ થયેલા હિંસક તોફાનો બાદથી કરિયાણાની દુકાનો, શાકભાજી બજાર અને શોપિંગ મોલ બંધ હતા. જે આજે કફર્યુ ઉઠાવી લીધા બાદ આજે ફરી ખુલ્યા છે.

રોડ પર લોકોની અવર જવર શરુ થઈ છે. તેમજ સરકારી બિલ્ડીંગો અને અનેક સ્થળોએ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સરકારી ઓફિસોમાં હાલમાં જ તોડફોડ કરી હતી. તેમજ અમુક ઓફિસોમાં આગ લગાવવામાં આવી હતી.

વચગાળાના વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા
ઉલ્લેખનીય છે કે, નેપાળના રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે વચગાળાના વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા હતા.

જયારે પીએમ મોદીએ એક્સ પર સુશીલા કાર્કીને શુભેચ્છા પાઠવી હતી તેમજ કહ્યું હતું કે ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.

નેપાળમાં 5 માર્ચ 2026 પૂર્વે ચૂંટણી યોજાશે
આ ઉપરાંત મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાર્યકારી પીએમ સુશીલા કાર્કીની ભલામણ મુજબ વર્તમાન સંસદને ભંગ કરી છે. તેમજ ચૂંટણીની તારીખ નક્કી કરી છે. નેપાળમાં 5 માર્ચ 2026 પૂર્વે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો…નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button