Neeraj Chopra: ઈજા છતાં નીરજે સિલ્વર જીત્યો, જાણો સર્જરી કરાવવા અંગે નીરજે શું કહ્યું
પેરિસ ઓલિમ્પિક 2024 9 (Paris Olympics) ના 13માં દિવસે ભારત માટે બે મેડલ આવ્યા, એક બ્રોન્ઝ અને એક સિલ્વર. તમામ ભારતીય ચાહકોને આશા હતી કે ટોક્યોની જેમ જેવલીન થ્રો(Javelin throw) ની ફાઈનલમાં ભાગ લઈ રહેલો નીરજ ચોપરા (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થશે, પરંતુ મેડલ ઈવેન્ટમાં નીરજને સિલ્વર મેડલ મળ્યો હતો. નીરજના કુલ 6 પ્રયાસોમાંથી પાંચ ફાઉલ રહ્યા હતા, પરંતુ તે તેના બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો ફેંકવામાં સફળ રહ્યો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેણે પોતાની ઈજા વિશે પણ વાત કરી હતી.
નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યા બાદ નિવેદનમાં કહ્યું કે થ્રો દરમિયાન મારે મોટાભાગે ટેકનિક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પરંતુ આ ઈજાને કારણે મારા માટે તે ખરેખર મુશ્કેલ હતું. જ્યારે પણ હું થ્રો માટે દોડવાનું શરૂ કરું છું, ત્યારે મારું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર હોય છે. આજે મેડલ ઈવેન્ટમાં મારી દોડ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ ઇવેન્ટમાં મેં જે કર્યું એ સંઘર્ષ સાથે કર્યું. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત પુશ કરતો રહ્યો.
નીરજ ચોપરાએ કહ્યું કે હવે આ સમસ્યાનો લાંબાગાળાનો ઉકેલવા લાવવાનો સમય આવી ગયો છે, હું તપાસ કરવા માટે ડોકટરોની સલાહ લઈશ. સર્જરી એક વિકલ્પ છે. હું મારી ટીમ સાથે વાત કરીશ અને તે મુજબ નિર્ણય લઈશ.
તેણે કહ્યું કે થ્રો સારો હતો, પરંતુ હજુ પણ મારી અંદર ક્ષમતા હતી અને મારે તેના માટે મારી જાતને ફિટ રાખવી પડશે. હું 90 મીટર પાર ન કરી શક્યો…. મેં વિચાર્યું હતું કે હું કરી શકીશ. પરંતુ, મેં મારા દેશ માટે મેડલ જીત્યો છે, તે પણ એક મોટી વાત છે.
નીરજે કહ્યું કે અરશદે ઘણું સારું પ્રદર્શન કર્યું. બહુ માઝા આયા. જો તેને ઇજાઓ નહીં થાય તો, તો તેના થ્રો વધુ સારા થશે. રમતમાં ઇજાઓ થાય છે અને કોઈ તેને કેવી રીતે મેનેજ કરે છે એ મહત્વનું છે.
Also Read –