બ્રસેલ્સ : ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપરા ડાયમંડ લીગમાં પણ સફળ રહ્યો છે. જેમાં શનિવારે ફાઈનલ મેચમાં નીરજ ચોપરાએ 87.86 મીટર થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. 26 વર્ષીય એથ્લેટ ચેમ્પિયન બનવાની તક માત્ર 1 સેન્ટિમીટરથી ચૂકી ગયો.
ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ સ્થાન મેળવ્યું
જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ સ્થાન મેળવ્યું છે. અંતિમ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા પીટર્સે પ્રથમ પ્રયાસમાં 87.87 મીટરનો થ્રો કર્યો હતો. જર્મનીના સ્ટાર જેવલિન થ્રોઅર જુલિયન વેબર ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. અંતિમ રાઉન્ડમાં તેણે 85.97 મીટર થ્રો કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
અંતિમ રાઉન્ડમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
ડાયમંડ લીગ 2024 ની ફાઇનલ મેચ બ્રસેલ્સ (બેલ્જિયમ) માં આલિયાન્ઝ મેમોરિયલ વેન ડેમ ખાતે રમાઈ હતી. જેમાં નીરજે પ્રથમ પ્રયાસમાં 86.82 મીટર ભાલો ફેંકયો હતો. તેનો બીજો પ્રયાસ 83.49 મીટરનો હતો. ટૂર્નામેન્ટનું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ત્રીજા પ્રયાસમાં જોવા મળ્યું હતું. નીરજ ચોપરાએ 87.86 મીટર ભાલો ફેંક્યો હતો. ચોથા પ્રયાસમાં નીરજે 82.04 મીટર થ્રો કર્યો. જ્યારે 5 માં પ્રયાસમાં 83.30 મીટર થ્રો કર્યો હતો.
Also Read –