સ્પોર્ટસ

નીરજ પોતાની જ ટૂર્નામેન્ટમાં જીત્યો ટાઇટલ, વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો…

બેંગલૂરુઃ ભાલાફેંકમાં એક ગોલ્ડ સહિત ઑલિમ્પિકસના બે મેડલ જીતી ચૂકેલો નીરજ ચોપડા (NEERAJ CHOPRA) શનિવારે પોતાના નામની ઇવેન્ટ ` એનસી ક્લાસિક’માં ટાઇટલ (TITLE) જીત્યો હતો. અહીં તેણે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાલો 86.18 મીટર દૂર ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને વિજય હાંસલ કર્યો હતો. પંદર દિવસમાં નીરજનું આ ત્રીજું ટાઇટલ છે.

નીરજે આયોજિત કરેલી પોતાની આ પહેલી જ ઇવેન્ટ હતી જેમાં કેન્યાનો 2025નો વર્લ્ડ ચૅમ્પિયન જુલિયસ યેગો 84.51 મીટરના અંતર સાથે બીજા સ્થાને આવ્યો હતો. શ્રીલંકાનો રુમેશ પથિરાગે 84.34 મીટરના અંતર સાથે ત્રીજા નંબરે રહ્યો હતો.
નીરજ ચોપડા 20મી જૂને પૅરિસ ડાયમંડ લીગ અને 24મી જૂને પોલૅન્ડની ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટ જીત્યો હતો. એ જોતાં તે પંદર દિવસમાં ત્રણ ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાને આવીને ટાઇટલ જીત્યો છે.

નીરજનું પોતાના જ નામની ઇવેન્ટ (NC CLASSIC) યોજવાનું વર્ષોનું સપનું હતું જે શનિવારે પૂરું થયું અને ખુદ એમાં ચૅમ્પિયન બન્યો. આ સ્પર્ધા મે મહિનામાં યોજાવાની હતી, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના જંગને લીધે એ ઇવેન્ટ ત્યારે મોકૂફ રખાઈ હતી.

આ પણ વાંચો : નીરજ અને હિમાની: બન્ને હરિયાણાના, પણ પહેલી મુલાકાત થયેલી અમેરિકામાં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button