IPL 2024સ્પોર્ટસ

આ ખેલાડીના રનના આંકડાએ બાબર આઝમની ઉંઘ ઉડાડી છે

આજે ભારત પાકિસ્તાન વચ્ચેના હાઈ વૉલ્ટેજ વન ડે મેચમાં સૌની નજર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પર છે. શુભમન ગિલના રમવા બાબતે હજુ સત્તાવાર કોઈ માહિતી આપાવમા આવી નથી ત્યારે કોહલી પર સૌનું ધ્યાન વધારે છે. અગાઉની બે મેચમાં કોહલીએ સારો દેખાવ કર્યો છે ત્યારે આજે પણ તે ફોર્મમાં જ હશે તેવી સૌને આશા છે. કોહલીનો પાકિસ્તાન સામે દેખાવ હંમેશાં સારો રહ્યો છે અને તેથી જ પાકિસ્તાની ટીમ માટે કોહલી મોટો પહાડ છે જેને ધ્વંસ કરવો આસાન નથી. કેપ્ટન બાબર આઝમથી માંડી તમામ બોલર્સ માટે વિરાટ વિરાટ પહાડ જેવો છે જેણે તેમની ઉંઘ ઉડાડી દીધી છે.

જાણો એ આંકડા જે ટીમ પાકિસ્તાન માટે છે માથાનો દુઃખાવો

  • વિરાટ કોહલીએ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કુલ 625 રન બનાવ્યા
  • 15 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં વિરાટે પાકિસ્તાન સામે 55.17ની એવરેજથી 662 રન બનાવ્યા છે
  • વિરાટે 2015 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 107 રન બનાવ્યા હતા
  • વનડે વર્લ્ડકપની 3 મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 64.33ની એવરેજથી 193 રન બનાવ્યા હતા
  • વિરાટ કોહલીનો વનડે રેકોર્ડ
  • વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 283 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેની 271 ઈનિંગ્સ વિરાટે 13 હજાર 223 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં વિરાટના નામે 47 સદી અને 68 ફિફ્ટી છે. વનડેમાં વિરાટની એવરેજ 57.74 અને સ્ટ્રાઈક રેટ 93થી વધુ છે. વિરાટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button