સ્પોર્ટસ

IND vs ENG Test: ટીમ ઈન્ડિયાના નવોદિત જૂરેલને અમ્પાયરે વધાવ્યો હતો, જાણો શું કર્યું હતું?

રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં ભારતના વિકેટકીપર ધ્રુવ જૂરેલે શાનદાર 90 રન કરી ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું હતું. આ આખી મેચમાં ધ્રુવે 90 બૉલમાં 149 રન બનાવ્યા હતા. આ મેચમાં ધ્રુવે જ્યારે પોતાની હાફ સેન્ચુરી પૂર્ણ કરી તે વખતે તેણે એક ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. ધ્રુવના આ સેલિબ્રેશનમાં તેણે પિતાને સેલ્યુટ કરવાની સાથે તેની ગ્રાઉન્ડ પરના અમ્પાયરે પણ તેને વધાવી લીધો એ બાબતની સૌકોઈએ નોંધ લીધી હતી.

ભારતના વિકેટકીપર ધ્રુવ જૂરેલની આ અનોખી ખાસ સેલિબ્રેશન પાછળ એક વિશેષ કારણ છે. ધ્રુવના પિતા નામચંદ ભારતીય સેનાના એક પૂર્વ સૈનિક છે. તેના પિતા 1999માં કારગિલ વૉરમાં પણ સામેલ થયા હતા, જેથી ધ્રુવે પોતાની હાફ સેન્ચુરીને તેના પિતાને સમર્પિત કરી હતી. પિતાને આ હાફ સેન્ચુરીને સમર્પિત કર્યાની સાથે તેણે સેલ્યુટ પણ કર્યું હતું. આ કારણને લીધે ધ્રુવે લોકોનું દિલ જીતી લીધું હતું.

ભારતે આ ટેસ્ટ મેચ જીતીને ટેસ્ટ સીરિઝ પણ પોતાના નામે કરી દીધી છે. તેમ જ આ મેચમાં ધ્રુવ જૂરેલને પ્લેયર ઓફ થે મેચથી પણ સન્માનીત કરવામાં આવ્યો હતો. ધ્રુવની આ ઇન્ટરનેશનલ ટેસ્ટમાં પહેલી જ હાફ સેન્ચુરી હતી. ધ્રુવની હાફ સેન્ચુરીને લઈને ભારતનો સુકાની રોહિત શર્મા પણ એકદમ ખુશ થઈ ગયો હતો.

ધ્રુવ જ્યારે તેના પહેલા શતક માત્ર 10 રન દૂર હતો ત્યારે તે આઉટ થયો હતો. જોકે ધ્રુવ જ્યારે આ શાનદાર ઈનિંગ્સ પૂર્ણ કરીને પવેલિયન તરફ જારી રહ્યો હતો ત્યારે ગ્રાઉન્ડ પર રહેલા અમ્પાયરે પણ તેની માટે તાળી વગાડીને તેનું અભિવાદન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને લોકો પણ ધ્રુવ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

https://twitter.com/CricCrazyJohns/status/1761623303427616948?s=20


ટેસ્ટ મેચમાં ધ્રુવ જૂરેલના પર્ફોર્મન્સથી ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ખુશ થઈને તેને બોજો મહેન્દ્ર સિંહ ધોની કહ્યો હતો. ગાવસ્કરે કોમેન્ટ્રી કરતી વખતે કહ્યું હતું કે જુરેલ જે પ્રકારનું માઇન્ડ સેટ ધરાવે છે તે ધોની જેવું જ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સાતથી 11 માર્ચ દરમિયાન ધર્મશાળામાં રમાવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button