નવી મુંબઈના મેદાન પર વર્લ્ડ કપની ટ્રોફી સાથે મિતાલી અને કરીના કપૂર | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

નવી મુંબઈના મેદાન પર વર્લ્ડ કપની ટ્રોફી સાથે મિતાલી અને કરીના કપૂર

નવી મુંબઈઃ ભારતની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજ (Mithali Raj) અને યુનિસેફ ઇન્ડિયા નૅશનલ ઍમ્બેસેડર કરીના કપૂર ખાને ગુરુવારે નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ` ટ્રોફી વૉકઆઉટ’ કર્યું હતું. મહિલા વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ગ્રાઉન્ડ પર આગમન કરીને એને સ્થાપિત કરવાની વિધિમાં બન્ને હસ્તીએ ભાગ લીધો હતો અને હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

42 વર્ષની મિતાલી મહિલા વન-ડે જગતની સર્વોચ્ચ રનમેકર ખેલાડી છે. મહિલા વન-ડે જગતમાં તેના 7,805 રન તમામ ખેલાડીઓમાં હાઇએસ્ટ છે. કરીના (Kareena) બૉલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેઓ બન્ને સાથે મેદાન પર બે બાળક તેમ જ યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ પણ આવ્યા હતા. એમાં અનુક્રમે લુબના શાહ, ગૌરવ શર્મા તથા સિન્થિયા મૅકકૅફ્રીનો સમાવેશ હતો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સેમિ ફાઇનલ પહેલાંની મેદાન પરની વિધિ દરમ્યાન મિતાલી અને કરીનાની ઉપસ્થિતિને લીધે સ્ટેડિયમમાં બેઠેલા ક્રિકેટપ્રેમીઓ મૅચ પહેલાં જ રોમાંચિત થઈ ગયા હતા.

આઇસીસી-યુનિસેફની ભાગીદારી દુનિયાભરમાં ક્રિકેટની પહોંચનો લાભ લઈને બાળકોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ તેમ જ હિંસા સામે સુરક્ષાના અધિકારને સુનિશ્ચિત કરે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button