સ્પોર્ટસ

મુશ્ફીકુર રહીમે બાંગ્લાદેશને અપાવી લીડ, ટેસ્ટ ડ્રો તરફ

રાવલપિંડી: અહીં શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાઇ-સ્કોરિંગ બન્યા બાદ હવે ડ્રૉ તરફ જઈ રહી છે. પાકિસ્તાનના પ્રથમ દાવના 448/6 ડિક્લેર્ડના જવાબમાં બાંગ્લાદેશે 565 રન બનાવીને 117 રનની લીડ લીધી હતી. ત્યાર બાદ શનિવારની ચોથા દિવસની રમતને અંતે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 23 રન હતો.

બાંગ્લાદેશને 565 રનનો ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર મુશ્ફીકુર રહીમે (191 રન, 341 બૉલ, એક સિક્સર, બાવીસ ફોર) અપાવ્યો હતો. જોકે તે કરીઅરની વધુ એક ટેસ્ટ ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેને મોહમ્મદ અલીએ રિઝવાનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

રહીમ સ્ક્વેર કટ મારવા ગયો હતો, પણ તેના બૅટની કટ વાગ્યા પછી બૉલ સ્ટમ્પ્સની પાછળ રિઝવાન ગયો હતો અને તેણે સીધો કૅચ પકડી લીધો હતો. રહીમ અને મેહદી હાસન મિરાઝ (77 રન, 179 બૉલ, છ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 196 રનની ભાગીદારી થઈ હતી.

બે મૅચવાળી સિરીઝની આ પ્રથમ ટેસ્ટ બાદ 30મી ઑગસ્ટથી જે બીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે એ નિર્ણાયક બની શકે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…