મુંબઈની મહિલાઓ અન્ડર-23 ટ્રોફી વન-ડે સ્પર્ધામાં ચૅમ્પિયન…

ગુવાહાટીઃ અહીં મહિલાઓની (Women) અન્ડર-23 (Under-23) વન-ડે ટ્રોફી રમાઈ હતી જેમાં ખુશી ભાટિયાના સુકાનમાં મુંબઈ (Mumbai)ની ટીમે ફાઇનલમાં મધ્ય પ્રદેશને 113 રનના તોતિંગ માર્જિનથી હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું. મુંબઈની ટીમ 46.1 ઓવરમાં 219 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ઇરા જાધવ (33 રન), માનસી (33 રન) અને સિમરન શેખ (32 રન)ના સૌથી મોટા યોગદાન હતા. મધ્ય પ્રદેશ વતી સંસ્કૃતિ ગુપ્તાએ ત્રણ વિકેટ તેમ જ સુચિ ઉપાધ્યાય તેમ જ વૈષ્ણવી શર્માએ બે-બે વિકેટ લીધી હતી.
મધ્ય પ્રદેશની ટીમ કૅપ્ટન સૌમ્યા તિવારીના 58 રન છતાં 36.2 ઓવરમાં ફક્ત 106 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈ વતી ચાર બોલર (કશિશ, યાયાતી, સનિકા ચાળકે અને માનસી)એ બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ ઝીલ ડિમેલોએ મેળવી હતી.
એ પહેલાં, પ્રથમ સેમિ ફાઇનલમાં મધ્ય પ્રદેશ (210/6)નો ઉત્તર પ્રદેશ (42.4 ઓવરમાં 119/10) સામે 91 રનથી વિજય થયો હતો.
બીજી રોમાંચક સેમિ ફાઇનલમાં મુંબઈ (282/7)એ મહારાષ્ટ્ર (279/10)ને ફક્ત ત્રણ રનથી હરાવી દીધું હતું.
આ પણ વાંચો : મહિલા બોક્સિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મીનાક્ષીએ વિશ્વ ચેમ્પિયન નીતુને હરાવી અપસેટ સર્જ્યો