સ્પોર્ટસ
રોહિત ઝીરોમાં ગયો, પણ હાર્દિક તમોરેએ મુંબઈને જિતાડ્યું…

જયપુરઃ મુંબઈએ અહીં વિજય હઝારે ટ્રોફીમાં બુધવારના મૅચ-વિનર રોહિત શર્માને શુક્રવારે શૂન્ય રનમાં જ ગુમાવ્યો હતો, પણ હાર્દિક તમોરે (અણનમ 93, 82 બૉલ, બે સિક્સર, સાત ફોર) નામના વિકેટકીપર બૅટ્સમૅને મુંબઈને જિતાડ્યું હતું.
રોહિત શર્માની વિકેટ ઉતરાખંડના દેવેન્દ્ર બોરાએ લીધી હતી.
હાર્દિક (hardik tamore)ના અણનમ 93 રનની મદદથી મુંબઈએ ઉત્તરાખંડ સામે સાત વિકેટે 331 રન કર્યા હતા જેમાં બે બંધુઓ સરફરાઝ ખાન તથા મુશીર ખાનના 55-55 રન સામેલ હતા.
કૅપ્ટન શાર્દુલ, ઑન્કાર અને મુશીરની બે-બે વિકેટને કારણે ઉત્તરાખંડ (uttarakhand)ની ટીમ 50 ઓવરમાં નવ વિકેટે 280 રન કરી શકી હતી અને મુંબઈનો 51 રનથી વિજય થયો હતો.
આ ટૂર્નામેન્ટની અન્ય કેટલીક મૅચોમાં બેંગાલ (205) સામે બરોડા (6/209)નો વિજય થયો હતો, પણ સૌરાષ્ટ્ર (253)ની હરિયાણા (4/256) સામે છ વિકેટે હાર થઈ હતી.



