મુંબઈ ઇન્ડિયન્સે 16 વર્ષની ટીનેજરને બનાવી દીધી કરોડપતિ! આક્રમક બૅટરમાં છે ધોનીવાળી ખૂબી... | મુંબઈ સમાચાર

મુંબઈ ઇન્ડિયન્સે 16 વર્ષની ટીનેજરને બનાવી દીધી કરોડપતિ! આક્રમક બૅટરમાં છે ધોનીવાળી ખૂબી…

બેન્ગલૂરુઃ અહીં મહિલાઓની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ના 2025ની સીઝન માટેના ઑક્શનમાં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ તામિલનાડુની 16 વર્ષની જી. કમલિનીને કરોડપતિ બનાવી દીધી હતી. એમઆઇએ તેને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 1.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

આ પણ વાંચો : રીઝા હેન્ડ્રિક્સની છેક આટલામી ટી-20 માં પ્રથમ સેન્ચુરી, સાઉથ આફ્રિકાની આટલા વર્ષે પહેલી જીત…

આઇપીએલમાં બિહારનો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવાન ખેલાડી બન્યો છે, જ્યારે ડબ્લ્યૂપીએલમાં કમલિની યંગેસ્ટ બની છે.

કમલિનીમાં મહેન્દ્ર સિંહ ધોની જેવી ખૂબી છે. કમલિની ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુ વતી રમે છે. તેના નામ પર શરૂ થયેલા ઑક્શનમાં પ્રથમ બોલી એઆઇએ લગાવી હતી. ત્યાર દિલ્હી કૅપિટલ્સનું ફ્રૅન્ચાઇઝી પણ તેને મેળવવા માટેની રેસમાં આવ્યું હતું. દિલ્હીએ છેલ્લી બોલી 1.50 કરોડ રૂપિયાની લગાવી અને ત્યાર બાદ મુંબઈએ વધુ હરીફાઈ ન થવાને પગલે કમલિનીને 1.60 કરોડ રૂપિયામાં મેળવી લીધી હતી.

લેફ્ટ-હૅન્ડ બૅટર કમલિનીની પહેચાન `છોટા પૅકેટ, બડા ધમાકા’ જેવી છે. તે નાનપણમાં જ વિસ્ફોટક ઇનિંગ્સ રમીને પોતાનું નામ બનાવ્યું છે. તે ભારતની અન્ડર-19 મહિલા ટીમ વતી રમી ચૂકી છે. તેણે રવિવારે ક્વાલા લમ્પુરમાં જુનિયર એશિયા કપમાં પાકિસ્તાન સામેના મુકાબલામાં 29 બૉલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. એ દાવમાં તેણે ત્રણ છગ્ગા અને ચાર ચોક્કા ફટકાર્યા હતા. ભારતે નવ વિકેટે મેળવેલા વિજયમાં કમલિનીનું મોટું યોગદાન હતું.

કમલિનીમાં ધોની જેવી ખાસિયત છે. ધોનીની જેમ તે વિકેટકીપિંગ પણ કરે છે. બૅટિંગ અને વિકેટકીપિંગ, બન્ને જવાબદારી તે ખૂબ સારી રીતે નિભાવી જાણે છે. એટલું જ નહીં, કમલિની અસરદાર સ્પિન બોલિંગ પણ કરી જાણે છે.

એક ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં તે પ્લેયર ઑફ ધ સિરીઝ બની હતી. તેણે અન્ડર-19ની સાઉથ આફ્રિકા સામેની એક મૅચમાં અણનમ 79 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી ટ્રોફીને કેમ હાથ પણ ન અડાડ્યો?

કમલિનીએ એક અન્ડર-19 વિમેન્સ ટી-20 ટ્રોફીમાં કુલ 311 રન બનાવ્યા હતા અને ટૂર્નામેન્ટની બીજા નંબરની ટૉપ-સ્કોરર હતી. તેણે તામિલનાડુને ટાઇટલ અપાવ્યું હતું. એ સ્પર્ધામાં તેણે કુલ 10 છગ્ગા ફટકાર્યા હતા.

Back to top button