સ્પોર્ટસ

મુંબઇ ઇન્ડિયન્સે શ્રીલંકાના આ બોલરને બનાવ્યો કોચ, બેટિંગ માટે પોલાર્ડની પસંદગી

મુંબઈઃ શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા ફરી એકવાર ઇન્ડિયન પ્રિમિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે બોલિંગ કોચ તરીકે લસિથ મલિંગા અને બેટિંગ કોચ તરીકે કિરોન પોલાર્ડના નામની જાહેરાત કરવામાં આવી છે. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલાં મલિંગા મુંબઈ ફ્રેન્ચાઇઝીની અન્ય ટીમો એમઆઇ ન્યૂ યોર્ક અને સાઉથ આફ્રિકા 20માં એમઆઇ કેપટાઉનના બોલિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યો છે. નોંધનીય છે કે મલિંગા 2009 થી 2019 સુધી આઇપીએલમાં મુંબઈ તરફથી રમ્યો છે. હાલમાં તે 2024 સીઝન માટે ફરીથી ટીમ સાથે જોડાશે.

લસિથ મલિંગા અગાઉ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યો હતો. હવે મલિંગાએ પણ આ નવી જવાબદારી મળવા પર ખુશી વ્યક્ત કરી છે.

મલિંગાએ વર્ષ 2009માં આઈપીએલમાં તેની પ્રથમ સીઝન રમી હતી, ત્યારબાદ તેણે છેલ્લી સીઝન વર્ષ 2019માં રમી હતી. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 4 આઈપીએલ ટાઈટલ અને બે વખત ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઈટલ જીત્યા હતા. મલિંગા બોલિંગ કોચ તરીકે એક વખત એમએલસીમાં ટાઇટલ પણ જીતી ચૂક્યો છે. મલિંગાએ આઇપીએલમાં 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે.

મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ બનવા પર મલિંગાએ કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ તરીકે પસંદગી થવી મારા માટે ખરેખર મોટી વાત છે. હું કેપ્ટન રોહિત શર્મા અને માર્ક બાઉચર સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સુક છું. હું બોલિંગ વિભાગ પર કામ કરીશ જ્યાં ટીમમાં સારી પ્રતિભા હોય અને આગળ વધવાની ઘણી ક્ષમતા હોય.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker