સ્પોર્ટસ

માર્ક બાઉચરની નિષ્ફળતા પછી મુંબઈ ઈન્ડિયન્સે કરી નવા કોચની જાહેરાત…

IPL 2025: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2025ની એડિશન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા મોટો ફેંસલો લેવામાં આવ્યો છે. ગત વર્ષે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં કંઈ ખાસ ન ઉકાળી શકનારી મુંબઈ ઈન્ડિયન્સે મહેલા જયવર્ધનેની હેડ કોચ તરીકે નિમણૂક કરી છે. તે માર્ક બાઉચરનું સ્થાન લેશે. જયવર્ધનેનો અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સારો સંબંધ રહ્યો છે. તે 2017 થી 2022 સુધી ટીમના હેડ કોચની ભૂમિકા નિભાવી ચૂક્યો છે.

માર્ક બાઉચર 2023 અને 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કોચ હતો. પરંતુ તેના કોચિંગમાં મુંબઈનો દેખાવ કથળ્યો હતો. મહેલા જયવર્ધનેનો કોચ તરીકે રેકોર્ડ સારો રહ્યો છે. જર્યવર્ધનેના કોચિંગમાં મુંબઈ ઈન્ડિયન્સે 2017, 2019 અને 2020માં એમ ત્રણ વખત ખિતાબ જીત્યો હતો. મુંબઈ અત્યાર સુધીમાં પાંચ વખત ખિતાબ તેના નામે કરી ચૂક્યું છે. જયવર્ધનેને 2022માં મુંબઈ ઈન્ડિયન્સે એક મહત્ત્વની જવાબદારી સોંપી હતી. તેને ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ બનાવાયો હતો. આ દરમિયાન તેણે વીમેંસ પ્રીમિયર લીગમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની મદદ કરી હતી. તે એમએલસી અને એમઆઈઆઈ માટે મદદગાર સાબિત થયો છે.

આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેવો રહ્યો દેખાવ

મુંબઈ ઈન્ડિયન્સ માટે 2024 ખૂબ ખરાબ રહ્યું, ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયે રહી હતી. મુંબઈએ આ વર્ષે કુલ 14 મેચ રમી હતી અને માત્ર 4 મેચ જીતી હતી. મુંબઈને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ પાસે અનેક દિગ્ગજ ખેલાડીઓ હતા, તેમ છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.

https://twitter.com/mipaltan/status/1845434596479115765

કેપ્ટનશિપને લઈ થયો હતો વિવાદ

મુંબઈ ઈન્ડિયન્સ માટે ગત સીઝન ખાસ નહોતી રહી. તેની શરૂઆત કેપ્ટનશિપથી થઈ હતી. ટીમે રોહિત શર્માને પદ પરથી હટાવ્યો હતો. રોહિત મુંબઈનો સફળ કેપ્ટન છે. પરંતુ કોઈપણ જાણકારી આપ્યા વગર તેને હટાવી દેવામાં આવ્યો હતો. રોહિતના સ્થાને હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી હતી. હાર્દિક તે સમયે અંગત જીવનમાં પરેશાનીનો સામનો કરી રહ્યો હતો. તે પત્નીથી અલગ થઈ ચૂક્યો હતો અને તેની અસર દેખાવ પર પડી હતી. રોહિત અને હાર્દિકના ફેંસ સોશિયલ મીડિયા પર બાખડ્યાં હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button