દિલ્હી વિરુદ્ધ જીત સાથે મુંબઇએ રચ્યો ઇતિહાસ, ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની
મુંબઇ: દિલ્હી કેપિટલ્સ સામેની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી સીઝનમાં પોતાનું જીતનું ખાતું ખોલ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિગ કરતા ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 234 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ આઠ વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી હતી. મુંબઈએ 29 રને જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.
એક સમયે મુંબઈનો સ્કોર 17 ઓવરમાં ચાર વિકેટે 167 રન હતો અને એવું લાગી રહ્યું હતું કે ટીમ 200-210ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહેશે. જોકે, ડેથ ઓવરોમાં ટિમ ડેવિડ (અણનમ 45 રન) અને રોમારીયો શેફર્ડ (અણનમ 39 રન)ની તોફાની બેટિગને કારણે મુંબઈ આટલા મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. આ બંનેની બેટિગની મદદથી મુંબઈએ છેલ્લી પાંચ ઓવરમાં 96 રન કર્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે ટી-20 ક્રિકેટમાં તેની 150મી જીત નોંધાવી હતી. અત્યાર સુધી દુનિયાની કોઈ ટીમ આવું કરી શકી નથી. આ યાદીમાં બીજા સ્થાને ચેન્નઈ સુપર કિગ્સ છે જેણે ટી-20 ક્રિકેટમાં 148 મેચ જીતી છે. આ સાથે જ ભારતીય ટીમ 144 મેચ સાથે ત્રીજા
સ્થાને છે.