
બેન્ગલૂરુ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે અહીં બન્ને સેમિ ફાઇનલ રમાશે. પહેલી સેમિ ફાઇનલમાં મુંબઈનો મુકાબલો બરોડા સાથે થશે. આ મૅચ સવારે 11:00 વાગ્યે શરૂ થયા પછી બપોરે એના અંત બાદ સાંજે 4:30 વાગ્યાથી બીજી સેમિ ફાઇનલ મધ્ય પ્રદેશ અને દિલ્હી વચ્ચે રમાશે.
શ્રેયસ ઐયર મુંબઈનો અને ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા બરોડાની ટીમનો કેપ્ટન છે.
બે દિવસ પહેલાંની ક્વૉર્ટર ફાઇનલમાં મુંબઈએ વિદર્ભને રોમાંચક મુકાબલામાં છ વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એ દિવસે બરોડાએ કવોર્ટર ફાઇનલમાં બેંગાલને 41 રનથી હરાવીને સેમિમાં એન્ટ્રી કરી હતી.
Also Read – IND VS AUS: ત્રીજી ટેસ્ટ જીતવા રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ‘જીતમંત્ર’
શ્રેયસ ઐયરની મુંબઈની ટીમના બીજા ખેલાડીઓમાં અજિંકય રહાણે, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, સિધ્ધેશ લાડ, શિવમ દુબે સૂર્યાંશ શેડગે, શાર્દુલ ઠાકુર, હાર્દિક તમોરે (વિકેટકીપર) , તનુષ કોટિયન, મોહિત અવસ્થી, અથર્વ અંકોલેકર, શમ્સ મુલાની વગેરેનો સમાવેશ છે.
કૃણાલ પંડયાની બરોડાની ટીમમાં હાર્દિક પંડ્યા, વિષ્ણુ સોલંકી, મિતેશ પટેલ (વિકેટકીપર), શુભમ શર્મા, અતિત શેઠ, લુકમાન મેરીવાલા, ભાર્ગવ ભટ્ટ, રાજ લીંબાણી, ભાનુ પુનિયા, મહેશ પિઠીયા, અભિમન્યુ રાજપુત, શાશ્વત રાવત, નિનાદ રાઠવા વગેરે સામેલ છે.