આજે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સના હર્ષલ પટેલે સીએસકેના એક્સ કેપ્ટન M S Dhoniને ઝીરો રન પર જ આઉટ કર્યો હતો અને એ પહેલાં તેણે શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો હતો. આ મેચમાં હર્ષલે પોતાની દમદાર બોલિંગથી ત્રણ વિકેટ લીધી હતી અને ઈનિંગ પૂરી થયા બાદ ધોનીને આઉટ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા હર્ષલે એવી વાત કહી હતી કે જેની કોઈએ કલ્પના સુદ્ધા નહીં કરી કરી હોય. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું હર્ષલે…
ટોસ હારીને બેટિંગ કરવા પહેલાં બેટિંગ કરવા ઉતરેલી સીએસકેએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. આ મેચમાં ધોની નવમાં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને ખાતું ખોલાવ્યા વિના જ ધોનીએ પાછા પેવેલિયન ફરવું પડ્યું હતું. આ સિઝનમાં પહેલી વખત ધોની ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ધોનીને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો.
જોકે, ધોનીને ઝીરો પર આઉટ કર્યા બાદ હર્ષલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મેં એમને (ધોની)ને આઉટ કર્યા બાદ સેલિબ્રેશન એટલે ના કર્યું કારણ કે મારા મનમાં એમના માટે ખૂબ જ સન્માન છે.
હર્ષલ પટેલની વાત કરીએ તો હર્ષલ પ્રેક્ટિસ દરમિયાન ખૂબ જ મહેનત કરી રહ્યો છે. 33 વર્ષીય આ બોલર અત્યાર સુધીમાં 12 મેચ રમી ચૂક્યો છે અને એમાં તેણે 17 વિકેટ લીધી હતી. પર્પલ કેપની રેસમાં હર્ષલે બુમરાહની બરાબરી કરી છે. મુંબઈના બોલર બુમરાહે આ સિઝનમાં 17 વિકેટ લીધી છે.
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?