હું હવે પછી નિર્દોષ બાળકની જેમ રમવા માગું છુંઃ ક્રિકેટ-લેજન્ડે કેમ આવું કહ્યું?

મુંબઈઃ ભારતના ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એને છ વર્ષ થઈ ગયા છે, પરંતુ તેણે આઇપીએલમાં હજી રમવાનું ચાલુ જ રાખ્યું છે અને હજી બીજા થોડા વર્ષો રમવા માગે છે, પણ તેણે પોતાની એક ઍપ લૉન્ચ કરતી વખતે કહ્યું છે કે તે હવે પછી નિર્દોષ બાળકની માફક ક્રિકેટ રમવા માગે છે.
Also read : ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત ગેમ ચેન્જર્સને ઓળખો…

43 વર્ષના ધોનીના સુકાનમાં ભારતે 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વન-ડે વર્લ્ડ કપ જીતી લીધો હતો. 2013માં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફીનું એકમાત્ર ટાઇટલ પણ તેના જ નેતૃત્વમાં મેળવ્યું હતું. ભારત વતી છેલ્લે 2019માં રમનાર માહીએ ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમવાનું ચાલુ રાખ્યું છે. એ તો ઠીક, પણ નિવૃત્તિ બાદ પાંચ વર્ષ પૂરા કરવા બદલ હવે તે આઇપીએલમાં અનકૅપ્ડ પ્લેયર તરીકે રમી શકવાનો હોવાથી તેણે સીઝનના 15-20 કરોડ રૂપિયાને બદલે માત્ર ચાર કરોડ રૂપિયામાં રમવા તૈયાર થઈ ગયો છે.
ધોનીએ પોતાની ઍપને લગતી ઇવેન્ટમાં મહેમાનોને સંબોધતા કહ્યું હતું કે `હું 2019માં રિટાયર થયો એને ઘણા વર્ષો થઈ ગયા. હું ત્યાર પછી ક્રિકેટને મારી રીતે એન્જૉય કરીને રમતો રહ્યો છું અને હવે જેટલા વર્ષ રમીશ એને એ રીતે જ માણીશ. જેમ હું બાળક હતો ત્યારે સ્કૂલમાં જે રીતે ક્રિકેટ એન્જૉય કરતો હતો એ રીતે હવે માણવા માગું છું. હું ત્યારે જે કૉલોનીમાં રહેતો ત્યારે અમે મિત્રો બપોર પછી ચાર વાગ્યે મેદાનમાં રમવા નીકળી પડતા હતા. આમ તો અમે ક્રિકેટ રમવા જ જતા, પરંતુ જો હવામાન સારું નહોતું ત્યારે ફૂટબૉલ રમી લેતા હતા.
Also read : Champions Trophy 2025: PAK vs NZ મેચ રોમાંચક રહેશે; જાણો કેવી રહેશે પીચ અને હવામાન
હું ફરી એવી જ નિર્દોષતા સાથે રમવા માગું છું. હું એ પણ જાણું છું કે કહેવું સહેલું છે, કરવું અઘરું હોય છે. દેશ વતી રમવાની તક દરેકને નથી મળતી હોતી એટલે એ બાબતને હંમેશાં ધ્યાનમાં રાખીને હું દેશ માટે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરવાના આશયથી જ રમતો હતો, બીજું બધુ મારા માટે સેકન્ડરી હતું. યુવા વર્ગને મારી સલાહ છે કે પોતાના માટે શું સારું છે એ તમે પહેલાં નક્કી કરો અને પછી એને આધારે અગ્રતાક્રમ બનાવીને એનો અમલ કરો.’