અયોધ્યાઃ દેશભરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ક્રેઝ ચરમસીમાએ છે. જે લોકોને આ અભિષેક સમારોહમાં આમંત્રણ મળ્યું છે, તેઓ પોતાને ઘણા ભાગ્યશાળી માની રહ્યા છે અને ગર્વપૂર્વક તેમને મળેલું આમંત્રણ મીડિયા અને લોકો સમક્ષ દર્શાવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન તેમ જ IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કપ્તાની સંભાળવા તૈયાર રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના પહેલા મહાન સચિન તેંડુલકર અને મહાન બેટ્સમેન વિરાટ કોહલીને પણ આ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહને અને ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ આ શુભ પ્રસંગનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ઝારખંડ પ્રાંતના સહ કાર્યકર્તા ધનંજય કુમાર અને ભારતીય જનતા પાર્ટી.
રાજ્ય સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ ધોનીના ઘરે ગયા અને તેમને આમંત્રણ પત્ર આપ્યો હતો. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટશે તેવી અપેક્ષા છે. લગભગ 6 હજાર લોકોને આ સમારોહમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સથી લઇને જાણીતા ઉદ્યોગપતિઓ સામેલ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ધોની હાલમાં રાંચીમાં છે. તેઓ ઘણા યુવા ખેલાડીઓ માટે રોલ પ્રેરણારૂપ છે.
Taboola Feed