ધોની ડાઇ-હાર્ડ ચાહકની સુપરબાઈક પર આફરીન, ઑટોગ્રાફ આપીને તરત જ…

રાંચી : ભારતીય ક્રિકેટ લેજન્ડ અને ભૂતપૂર્વ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) કેપ્ટન એમ.એસ. ધોનીએ તાજેતરમાં રાંચીમાં એક પ્રશંસક સાથે યાદગાર પળો માણી. ખરું કહીએ તો ચાહક માટે એ અવિસ્મરણીય ક્ષણો હતી, પરંતુ માહી માટે ખાસ હોવાનું કારણ એ હતું કે તેને એ ચાહકની સુપરબાઈક સાથે થોડી અમૂલ્ય પળો માણવા મળી હતી. ધોની પાસે એ યુવાન પ્રશંસક પોતાની રૉયલ એન્ફીલ્ડ સુપરબાઇક પર ઑટોગ્રાફ લેવા આવ્યો હતો અને ધોનીએ બાઈક પર ઑટોગ્રાફ તો આપ્યો જ હતો, તે ચાહકને તેની જ બાઈક પર પાછળ બેસાડીને રાઇડ માટે પણ લઇ ગયો હતો.
ધોનીની વિનમ્રતા અને ચાહકો માટેનો તેનો સાચો પ્રેમ આ બનાવમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ધોનીને મોટરસાઈકલનો ક્રેઝ છે એ સૌ કોઈ જાણે છે. તેની પાસે બહુ સારું બાઈક-કલેક્શન પણ છે જેમાં વિવિધ પ્રકારની સુપરબાઇકનો સમાવેશ છે.
Also read: “અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત…
ધોની સાથેની આ ક્ષણો પ્રસંશક માટે અણમોલ બની ગઈ. ઉલ્લેખનીય છે કે ધોની આઈપીએલની 2025ની સીઝન માટે સીએસકે દ્વારા “અનકૅપ્ડ પ્લેયર” નિયમ હેઠળ ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને અગાઉના 12 કરોડ રૂપિયાને બદલે હવે એક સીઝન રમવાના 4 કરોડ રૂપિયા મળશે. સીએસકેએ તેને રીટેન કર્યો છે.