સ્પોર્ટસ

IPL 2024: માહી માટે આવ્યા મોટા સમાચાર, સુકાની રહેશે આ ટીમનો

ચેન્નઇઃ આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર પછી ભૂતપૂર્વ કેપ્ટન અને ચેન્નઈ સુપરકિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે માહીપ્રેમીઓ માટે આનંદના સમાચાર જાણવા મળ્યા છે. આઇપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આગામી સીઝન એટલે આઇપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ ફરી એકવાર એમએસ ધોનીની કેપ્શનશિપમાં રમતી જોવા મળશે, પરંતુ આ વખતે ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળશે.

આ વખતે ધોનીને ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી બેન સ્ટોક્સનો સાથ મળશે નહીં. ટીમ દ્ધારા બેન સ્ટોક્સને રિલીઝ કરવામાં આવ્યો છે અને ગયા વર્ષે આઈપીએલ ફાઈનલ જીત્યા બાદ આઈપીએલમાંથી નિવૃત્ત થયેલા અંબાતી રાયડુને પણ ચેન્નઇએ રીલિઝ કરી દીધો છે.

સીએસકેએ 19 ડિસેમ્બરે યોજાનારી હરાજી પહેલા કુલ 8 ખેલાડીને રિલીઝ કર્યા છે, જેમાં 4 વિદેશી અને 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને મુક્ત કર્યા પછી સીએસકે પાસે હવે તેમના પર્સમાં 31.60 કરોડ રૂપિયા બચ્યા છે.

આઇપીએલ 2024 અગાઉ સીએસકેએ બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, કાયલ જેમિસન, ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપતિ, સિસાંડા મગાલા અને આકાશ સિંહને રિલીઝ કર્યા હતા. આ વખતે તમામ ટીમોના પર્સમાં 100 કરોડ રૂપિયા હશે. ગત વખતે આ રકમ 95 કરોડ રૂપિયા હતી, પરંતુ આ વખતે બીસીસીઆઇએ તમામ ટીમોના પર્સમાં 5 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે.

સીએસકેએ રિટેન કરેલા ખેલાડીઓમાં એમએસ ધોની (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, રશીદ શેખ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, મિશેલ સેન્ટનર, શિવમ દુબે, દીપક ચહર, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, મહિષ તિક્ષ્ણા, મુકેશ ચૌહાણ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મતિષા પથિરાના.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…