Happy birthday Dhoni: કેક કટિંગ પછી પત્ની સાક્ષી કેમ પગે પડી ગઈ

માત્ર ભારતના જ નહીં ક્રિકેટજગતના ઘણા પ્રેરણાદાયક ક્રિકેટરમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. ક્રિકેટના ભગવાન ભલે સચિન તેંડુલકરને કહેવાતો હોય, પણ ધોનીના ચાહકો પણ એટલો જો મોટો વર્ગ છે. આજે તેના જન્મદિવસે તેને સેલિબ્રિટીથી માંડી ફેન્સ વધામણા આપી રહ્યા છે, તેવામાં એક વીડિયો વાયરલ થયો છે જે પત્ની સાક્ષીએ શેર કર્યો છે. આ વીડિયોમાં સાક્ષી ધોનીને પગે પડે છે અને ધોની તેને આર્શીવાદ પણ આપે છે. આ સાથે ધોની કેક એગલેસ છે તેમ પણ પૂછે છે.
ત્રણેય ICC વ્હાઇટ-બોલ ટ્રોફી જીતનાર વિશ્વના એકમાત્ર કેપ્ટન ધોનીએ પોતાનો 43મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો. તેનો વીડિયો તેની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જ્યારે સાક્ષી તેની સામે હાથ જોડતા પહેલા ધોનીના ચરણ સ્પર્શ કરતી જોવા મળે છે. વીડિયોમાં ધોનીએ એ પણ પૂછ્યું કે શું કેક ઈંડા વગરની છે. એવું લાગી રહ્યું હતું કે ધોની કદાચ તેના વેજિટેરિયન મિત્રો માટે પૂછતો હશે.
ધોની પત્ની અને પુત્રી સાથે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
ધોનીને ક્રિકેટની દુનિયામાં કોઈ પરિચયની જરૂર નથી અને તે તેના આંતરરાષ્ટ્રીય અને IPL દિવસો દરમિયાન મેદાન પર તેની કેપ્ટનશિપ પ્રખ્યાત છે. કેપ્ટન કૂલ તરીકે જાણીતા ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ક્રિકેટના ફોર્મ્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ધોનીના નેતૃત્વમાં ભારતે તમામ ફોર્મેટમાં અવ્વલ સ્થાન મેળવ્યું હતું. તે ભારતનો લગભગ સૌથી સફળ કેપ્ટન કહી શકાય.
ધોનીની ક્રિકેટ ઈતિહાસની સૌથી પ્રેરણાદાયી સફર રહી છે. રેલ્વે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર તરીકે કામ કર્યા પછી, તે ભારતનો સૌથી મોટો ટ્રોફી કલેક્ટર પણ બન્યો અને ICC T20 વર્લ્ડ કપ 2007, ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2011 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં ટીમને જીત અપાવી.
તેના જીવન પરથી ફિલ્મ પણ બની અને તે પણ હીટ સાબિત થઈ.
Also Read –