સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાની 50 રનની અંદર અડધા ડઝનથી વધુ વિકેટ પડી ગઈ : સિરાજનો સપાટો

કેપ ટાઉન : સાઉથ આફ્રિકાએ ભારત સામેની સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 32 રનથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી, પરંતુ કેપ ટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પહેલા દિવસે પ્રથમ સેશનમાં જ એનો જોરદાર ધબડકો થયો હતો અને પેસ બોલર મોહમ્મદ સિરાજ આ પતનનો સૂત્રધાર હતો. સાતમાંથી છ વિકેટ તેણે લીધી હતી.

કેપ ટાઉનમાં ભારત ક્યારેય ટેસ્ટ નથી જીત્યું, પણ આ વખતે જીતવાની સોનેરી તક છે.
કાર્યવાહક કૅપ્ટન ડીન એલ્ગરની કરીઅરની આ છેલ્લી ટેસ્ટ છે અને એમાં જ તેણે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ પતન જોવું પડ્યું. સિરાજના બૉલમાં ઓપનર એઇડન માર્કરમ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો ત્યાર બાદ ખુદ એલ્ગરે ફક્ત 4 રન બનાવી સિરાજની જ બોલિંગમાં વિકેટ ગુમાવીને મેદાન પરથી વિદાય લીધી અને પછી તો લાઇન લાગી ગઈ હતી. આયારામ-ગયારામની આ સ્થિતિમાં જોતજોતામાં યજમાન ટીમનો સ્કોર 18 ઓવરમાં 45/7 થઈ ગયો હતો. આ સાતમાંથી છ વિકેટ સિરાજે ફક્ત 15 રનમાં લીધી હતી. સિરાજની 9માંથી 3 ઓવર મેઇડન હતી. એક વિકેટ જસપ્રીત બુમરાહના ભાગે આવી હતી. જે સાત વિકેટ પડી એમાં માત્ર બે બૅટર ડેવિડ બેડિંગમ (12) અને વિકેટકીપર કાઇલ વેરેન (15) ડબલ ડિજિટમાં રન બનાવી શક્યા હતા. સિરાજની છમાંથી ચાર વિકેટ એવી હતી જેમાં બે બૅટર્સના કૅચ યશસ્વી જયસ્વાલે અને બે કૅચ વિકેટકીપર કે.એલ. રાહુલે પકડ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા