મોહસીન નકવીએ ટીમ ઇન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી : એશિયા કપ ટ્રોફી મુદ્દે બીસીસીઆઈ અને એસીસી વડા મોહસીન નકવી વચ્ચેનો વિવાદ ચાલુ છે. જેમાં બીસીસીઆઈ એ તાજેતરમાં એસીસીને ઇમેઇલ મોકલીને એશિયા કપ ટ્રોફી ભારતને પરત કરવા કહ્યું હતું. ત્યારે હવે ઇમેઇલનો જવાબ આપતા મોહસીન નકવીએ હવે ટીમ ઇન્ડિયાને ટ્રોફી આપવાનો ઇનકાર કરી દીધો છે.
બીસીસીઆઈ આઈસીસીની બેઠકમાં આ મુદ્દો ફરીથી ઉઠાવશે
બીસીસીઆઈ ને શ્રીલંકા અને અફઘાન ક્રિકેટ બોર્ડ તરફથી સમર્થન મળી રહ્યું હોવા છતાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસીન નકવી નમતું જોખવા તૈયાર નથી. ચેમ્પિયન ટીમને હજુ સુધી ટ્રોફી આપવામાં આવી નથી.
જયારે એસીસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે બીસીસીઆઈના પ્રતિનિધિ એસીસી મુખ્યાલયમાંથી ટ્રોફી લેવા માટે દુબઈ આવી શકે છે. પરંતુ ભારતીય બોર્ડે ઇનકાર કરી દીધો છે. બીસીસીઆઈ આવતા મહિને આઈસીસીની બેઠકમાં આ મુદ્દો ફરીથી ઉઠાવશે.
આપણ વાંચો: બીસીસીઆઈએ એસીસીને પત્ર લખ્યો, એશિયા કપની ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી…
એસીસીને પત્ર લખીને આ ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ એસીસીને પત્ર લખીને આ ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી હતી. જેમાં ભારતે એસીસીના પ્રમુખ મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેની બાદ મોહસીન નકવી ટ્રોફી લઈને દુબઈ જતા રહ્યા હતા અને ટ્રોફીને એસીસીની ઓફીસમાં સોંપી દીધી હતી. તેમજ કહ્યું હતું કે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી એસીસીની ઓફીસમાંથી કલેકટ કરવી પડશે.