સ્પોર્ટસ

મોહિતે મુંબઈને એક દાવથી જિતાડ્યું, સૌરાષ્ટ્રને પાર્થે અપાવ્યો વિજય

કોલકાતા/સોલાપુર: રણજી ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં રવિવારે બે મહત્ત્વની મૅચના ત્રીજા દિવસે જ રિઝલ્ટ આવી ગયા હતા.

ઈડન ગાર્ડન્સમાં બેન્ગાલ સામે મુંબઈએ એક ઇનિંગ્સ અને ચાર રનથી જીતીને સાત પૉઇન્ટ મેળવ્યા હતા. મુંબઈના પ્રથમ દાવના 412 રનના જવાબમાં બેન્ગાલે 199 રન બનાવતાં એને ફૉલા-ઑન અપાયું હતું. બીજા દાવમાં બેન્ગાલની ટીમ 209 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. પેસ બોલર મોહિત અવસ્થીએ બાવન રનમાં સાત વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેનો આ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ હતો. બેન્ગાલના વિકેટકીપર અભિષેક પોરેલના 82 રન પાણીમાં ગયા હતા. મોહિતે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી. એ સાથે, આખી મૅચમાં તેની દસ વિકેટને લીધે બેન્ગાલે પરાજય જોવો પડ્યો.

સોલાપુરમાં મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રએ 48 રનથી વિજય મેળવ્યો હતો. મહારાષ્ટ્ર 213 રનના લક્ષ્યાંક સામે 164 રને ઑલઆઉટ થઈ ગયું હતું. લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ ભુતે 44 રનમાં સાત વિકેટ લીધી હતી. પહેલા દાવમાં પાર્થે બે વિકેટ લીધી હતી. આખી મૅચમાં બોલર્સમાં મહારાષ્ટ્રના હિતેશ વાળુંજ (કુલ 14 વિકેટ)નો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ હતો, પરંતુ તેનો એ દેખાવ મહારાષ્ટ્રની હારને લીધે એળે ગયો હતો.

દિલ્હીમાં દિલ્હીની ટીમે બરોડાને 322 રનથી હરાવ્યું હતું, જ્યારે ત્રિપુરા સામે ગુજરાતની 156 રનથી હાર થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…