સિરાજના ઘરની દિવાલ પર ભારતીય લેજન્ડનું છેલ્લી ટેસ્ટવાળું ટી-શર્ટ!

હૈદરાબાદઃ મોહમ્મદ સિરાજ બૅટિંગ લેજન્ડ વિરાટ કોહલી (Virat Kohli)નો નજીકનો મિત્ર છે તથા સિરાજ તેને પ્રેરક પણ માને છે એ સૌ કોઈ જાણે છે અને એનો પુરાવો સિરાજે (Siraj) તેના ઘરની એક દિવાલ પર તેના સુપરહીરો કોહલીનું જે ટી-શર્ટ ટિંગાળ્યું છે એના પરથી મળે છે.
સિરાજને કારકિર્દીના ઉતાર-ચઢાવમાં 36 વર્ષીય કોહલીનો ઘણો સાથ મળ્યો છે. રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) વતી રમનાર સિરાજને આઇપીએલ દરમ્યાન પણ કોહલીનો બહુ સારો સપોર્ટ હતો.
સિરાજે ભૂતકાળમાં આઇપીએલના પર્ફોર્મન્સ થકી જ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર પછી સિરાજે પાછળ વળીને નથી જોયું. છેક ત્યાં સુધી કે તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં તેણે જસપ્રીત બુમરાહની ખોટ બે ટેસ્ટમાં નહોતી વર્તાવા દીધી. બુમરાહ બ્રિટિશરો સામેની જે બે ટેસ્ટમાં નહોતો રમ્યો એમાં સિરાજ તેમ જ આકાશ દીપ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોની ખબર લઈ નાખી હતી અને ભારતને એ બે ટેસ્ટમાં જીત અપાવી હતી.
આ પણ વાંચો : સિરાજે મુંબઈ ઍરપોર્ટ પર થોડા ચાહકોની સેલ્ફી-ઑટોગ્રાફની વિનંતી સ્વીકારી અને પછી…
આ વર્ષની શરૂઆતમાં કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે સિરાજ ભાવુક થઈ ગયો હતો અને ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં કોહલીને પોતાનો સુપરહીરો (SUPERHERO) ગણાવીને તેના પ્રત્યેનો બંધુ-પ્રેમ વ્યક્ત કર્યો હતો.
કોહલીએ છેલ્લા થોડા વર્ષોમાં સિરાજને જે નૈતિક ટેકો આપ્યો એનું પરિણામ સોમવારે લંડનના ઓવલ મેદાન પર જોવા મળ્યું હતું. એ દિવસે સિરાજ ભારતને વિજય અપાવીને રહ્યો હતો.
આ પણ વાંચો : પાંચમી ટેસ્ટનો હીરો સાબિત થયેલો ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ કેટલા કરોડોનો માલિક છે ખબર છે?
સિરાજે પોતાના ઘરની દિવાલ પર કોહલીનું ટી-શર્ટ ફ્રેમમાં સજાવીને ટિંગાળ્યું છે. કોહલી આ વર્ષની શરૂઆતમાં (જાન્યુઆરીમાં) સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની જે ટેસ્ટમાં રમ્યો હતો એ તેની કરીઅરની અંતિમ ટેસ્ટ હતી.