IPL 2024સ્પોર્ટસ

ઈંગ્લેન્ડ સામે ભારતના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર? ‘અનલકી’ રહેલા આ ખેલાડીને મળશે તક?

વર્લ્ડ કપમાં વિજયના રથ પર સવાર ટીમ ઈન્ડિયા પાસે હવે 29 ઓક્ટોબરે યોજાનારી ઈંગ્લેન્ડ સામેની મેચમાં ફેરફાર કરવાની તક છે. ટીમ ઈન્ડિયા આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચ માટે કોઈ ફેરફાર કરશે કે કેમ તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.

22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની ઈજા અને શાર્દુલ ઠાકુરના ખરાબ ફોર્મને કારણે મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને તક આપી હતી. પંડ્યા ટીમ ઈન્ડિયાની આવનારી કમસે કમ બે મેચમાંથી બહાર રહી શકે છે.


હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં ગ્રેડ 1 લિગામેન્ટ ઇન્જરીને કારણે વર્લ્ડ કપની બે મેચમાં તેની હાજરી નહીં જ હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ઉતારેલી પ્લેઈંગ 11માં જ મેદાનમાં ઉતારે તેવી મોટી સંભાવના છે.
આ દરમિયાન હરભજન સિંહે પણ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11ને લઈને સૂચનો આપ્યા છે.


ભજ્જીએ કહ્યું કે લખનૌની ધીમી વિકેટ સ્પિન ફ્રેન્ડલી છે, તેથી ત્રણ સ્પિનરો સાથે જવું જોઈએ. તેમણે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની સાથે ટીમમાં રવિચંદ્રન અશ્વિનના સમાવેશનું સમર્થન કર્યું છે. સાથે જ ભજ્જીએ મોહમ્મદ સિરાજને આરામ આપવાનું સૂચન કર્યું છે. આ સિવાય તેમણે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં રાખવાની વાત કરી છે.

19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં 3 બોલ ફેંક્યા બાદ હાર્દિક પડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ વિરાટ કોહલીએ તેની જગ્યાએ 3 બોલ ફેંક્યા હતા. ત્યારપછી પંડ્યા મેદાનમાં પાછો ફર્યો નહોતો. આ પછી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી હતી.


ઈંગ્લેન્ડ સામે ભારતના સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
હરભજન સિંહના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11માં મોહમ્મદ સિરાજના સ્થાને રવિચંદ્રન અશ્વિનને તક મળવી જોઇએ.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડેમાં કુલ 106 વાર મુકાબલો થયો છે, જેમાં ભારત 57માં અને ઇંગ્લેન્ડ 44માં જીત્યું છે. 2 મેચ ટાઇ રહી હતી અને ્ર મેચમા ંકોઇ પરિણામ નહોતું આવ્યું. વન-ડે વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડ કુલ 8 મેચ રમ્યા છે, જેમાં ભારત 3માં અને ઇંગ્લેન્ડ 4માં જીત્યું છે અને એક મેચ ટાઇ થઇ હતી.


લખનઊના એકના સ્ટેડિયમની વાત કરીએ તો ભારત અહીં એકમાત્ર ODI મેચ રમ્યું છે, જેમાં ટીમ ઈન્ડિયા 9 રનથી હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 40 ઓવરમાં 249 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 240/8 રન બનાવી શકી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button