પાંચમી ટેસ્ટનો હીરો સાબિત થયેલો ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ કેટલા કરોડોનો માલિક છે ખબર છે?

ઈંગ્લેન્ડને હરાવી ભારત પાંચમી ટેસ્ટ મેચ જીતી ગયું છે ત્યારે દેશભરમાં જશ્નો માહોલ છે. આ મેચના હીરો તરીકે મોહંમદ સિરાઝ ફરી લાઈમલાઈટમાં આવી ગયો છે. સિરાઝે પોતાની ટેલેન્ટ વારંવાર સાબિત કરી છે ત્યારે સ્વાભાવિક છે કે સક્સેસફુલ ક્રિકેટર તરીકે તેની કમાણી પણ ધમધોકાર હશે.
તો ચાલો જાણીએ સામાન્ય પરિવામાંથી આવેલા મોહંમદે કેટલા કરોડની પ્રોપર્ટી ઊભી કરી છે. Mohammed Sirajની કમાણીના સોર્સમાં IPL, BCCI સાથેના કોન્ટ્રાક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સનો સમાવેશ થાય છે. જોકે આ સંપત્તિ એકઠી કરવામાં સિરાઝે પરસેવો પાડ્યો છે અને ખૂબ જ મહેનત અને લગન બતાવી છે.
મોહમ્મદ સિરાજ આજે ભારતનો સૌથી સફળ ક્રિકેટરોમાંનો એક છે. 2025માં તેની કુલ સંપત્તિ આશરે રૂ. 57 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

કઈ રીતે સિરાજે કરી છે કરોડોની કમાણી?
સૌથી પહેલા વાત કરીએ બીસીસીઆઈની તો સિરાજને Grade-A કોન્ટ્રાક્ટ મળ્યો છે. આનાથી તેને વાર્ષિક રૂ. પાંચ કરોડ રૂપિયા મળે છે. તેને દરેક ટેસ્ટ મેચ માટે ૧૫ લાખ રૂપિયા, દરેક વન-ડે મેચ (ODI) માટે ૬ લાખ રૂપિયા અને દરેક T-20 માટે ૩ લાખ રૂપિયા મળે છે.

આ સાથે સિરાજ ઘણી બ્રાન્ડ્સનો એમ્બેસેડર છે. આમાં Nippon Paints My11Circle, ThumsUp, SG Cricket, અને MyFitnessનો સમાવેશ થાય છે. તે આ જાહેરાતોમાંથી દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે. જોકે અન્ય ક્રિકેટરોની જેમ સિરાજ પણ સૌથી વધારે આઈપીએલમાં કમાયો છે.
2025માં તે ગુજરાત ટાઇટન્સ દ્વારા રૂ. 12.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં IPL માં લગભગ ૪૦ કરોડ રૂપિયા કમાયા છે. IPL તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે.

સિરાજ પાસે હૈદરાબાદના પોશ એરિયા જ્યુબિલી હિલ્સમાં રૂ. ૧૩ કરોડ રૂપિયાનો આલિશાન બંગલો લીધો છે. આ ઉપરાંત પણ તેણે અન્ય શહેરોમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. સિરાજ લક્ઝુરિયસ કારનો પણ શોખિન છે. તેના કાર કલેક્શનની વાત કરીએ તો રેન્જ રોવર વોગ, મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ, બીએમડબ્લ્યુ 5-સિરીઝ, ટોયોટા કોરોલા છે. આ સાથે તેને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા થાર પણ ભેટમાં આપી છે.
થોડા સમય પહેલા મોહંમદ સિરાઝનું નામ અભિનેત્રી માહિરા શર્મા સાથે જોડાયું હતું, પરંતુ સિરાજે આ વાતને રદિયો આપ્યો હતો.
આ પણ વાંચો…“બેઝબોલ ક્યાં છે?” સિરાજે મેદાનમાં જો રૂટની મજાક ઉડાવી, વીડિયો વાયરલ!