સ્પોર્ટસ

Shami ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિત શર્માએ આપ્યા સંકેત

મુંબઈ: ગત વર્ષે વન ડે વર્લ્ડકપ બાદ ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી(Mohammed Shami) ફરી ટીમમાં પરત નથી ફરી શક્યો, શમીના ફેન્સ આતુરતાથી તેને મેદાનમાં રમતો જોવાની રાહ જોઈ રહ્યા છે. ભારત આને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border–Gavaskar Trophy) નજીક આવી રહી છે. આ સિરીઝમાં શમીના રમવા અંગે કેપ્ટન રોહિત શર્માએ મોટું અપડેટ આપ્યું છે.

રોહિતે કહ્યું કે ઘૂંટણમાં સોજાના કારણે શમીને પરત ફરવામાં મોડું થઇ રહ્યું છે. આ સિવાય રોહિતે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તે શમીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પરત લાવવા ઈચ્છે છે.

રોહિત શર્માએ કહ્યું, “શમીના ઘૂંટણમાં સોજો છે, જેના કારણે તે પરત ફરી શક્યો નથી અને તેને ફરીથી શરૂઆત કરવી પડશે. હાલ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ડોક્ટરો અને ફિઝિયોની સાથે છે. અમે અડધા તૈયાર શમીને ઓસ્ટ્રેલિયા લઇ જવા માંગતા નથી.”

શમીને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.

શમીને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર થયાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. તેમણે ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ ODI વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બર, 2023ના રોજ રમી હતી. જોકે, શમી વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker