મોહમ્મદ શમીના કમબેક અંગે મોટા અપડેટ; આ તારીખે રમશે પહેલી મેચ…
મુંબઈ: ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતની 3-0 થી કારમી હાર થઇ હતી, આ હારને ભારતીય ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો ક્યારેય નહીં ભૂલી શકે. હવે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) રમવા માટે ખેલાડીઓ ઓસ્ટ્રેલીયા પહોંચી રહ્યા છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ (WTC)ના ફાઈનલમાં સીધા પ્રવેશ માટે ભારતીય ટીમને આ સિરીઝની 5 માંથી 4 મેચ જીતવી જરૂરી છે. એવામાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ની કમી વર્તાઈ રહી છે, એવામાં અહેવાલ છે કે શમી હવે ક્રિકેટ રમવા ફીટ થઇ ગયો છે.
આ પણ વાંચો : ગંભીરે રોહિત-કોહલીનો બચાવ કર્યો, રિકી પોન્ટિંગને ફટકાર લાગવી, જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું
આવતી કાલે રમશે મેચ:
અહેવાલ મુજબ મોહમ્મદ શમીને રણજી ટ્રોફી માટે બંગાળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બંગાળ મધ્યપ્રદેશ સામે મેચ રમશે. આવતી કાલે 13મી નવેમ્બરથી ઈન્દોરમાં આ મેચ શરૂ થવા જઈ રહી છે. શમી હજુ સુધી ટીમમાં જોડાયો નથી, પરંતુ બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ પુષ્ટિ કરી છે કે તે આજે સાંજે તે ઈન્દોર આવશે અને તે મેચમાં ભાગ લેવા માટે તૈયાર છે. શમીને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે.
અભિષેક નાયર સામે નેટ પ્રેક્ટીસ:
બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ પછી નેટમાં પ્રેક્ટીસ દરમિયાન શમીએ ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સામે બોલિંગ કરી હતી અને તે સારી રિધમમાં દેખાયો હતો. ત્યાર બાદ તેના કમબેકની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ગયા મહિને એક ઇવેન્ટમાં શમીએ કહ્યું હતું કે હું બોલિંગ કરવા 100% તૈયાર છું અને પોઝીટીવ પરિણામો મળી રહ્યા છે.
આ પણ વાંચો : હરિયાણાના યશવર્ધને કર્યો રેકોર્ડ-બ્રેક રનનો ઢગલો, 428 રન ખડકી દીધા
એક વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર:
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે શમીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે ODI વર્લ્ડ કપની ફાઈનલ બાદથી કોઈ મેચમાં ભાગ લીધો નથી. ODI વર્લ્ડ કપમાં 10.70ની એવરેજથી સાત મેચમાં 24 વિકેટ લીધી હતી ટૂર્નામેન્ટનો ટોચનો વિકેટટેકર બોલર રહ્યો હતો.
છ મહિના NCAમાં વિતાવ્યા:
પગની ઘૂંટીની ઈજાને કારણે શમી ક્રિકેટથી દૂર રહ્યો હતો. આ વર્ષે માર્ચમાં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ છ મહિના જેટલો સમય તેણે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં વિતાવ્યો હતો.
આ પણ વાંચો : IND Vs SA: ગંભીર અંગે ઈન્ડિયન સ્પિનર વરુણ ચક્રવર્તીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
ટીમ ઈન્ડિયા માટે પ્રદર્શન:
ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં શમીએ 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ, 101 વનડે મેચમાં 195 વિકેટ અને 23 T20 ઈન્ટરનેશનલ મેચમાં 24 વિકેટ ઝડપી છે.
જો તે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરશે તો તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સામેલ કરી શકાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરે રમાશે.