સ્પોર્ટસ

મહિલા ક્રિકેટની `ક્વીન’ મિતાલીને લૉર્ડ્સમાં મળ્યું અનેરું ગૌરવ…

લંડનઃ મહિલાઓની વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 7,805 રન બનાવનાર ભારતની મિતાલી રાજ (Mithali Raj)ને રવિવારે લૉર્ડ્સ (LORD’S)માં પ્રતિષ્ઠિત બેલ (bell) વગાડવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલાં મિતાલીને આ સન્માન મળ્યું હતું. આ મૅચના પ્રથમ દિવસે સચિન તેન્ડુલકરને બેલ વગાડવાનું આમંત્રણ મળ્યું હતું.

બીજા દિવસે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડ્રયુ સ્ટ્રાઉસના ચૅરિટી ફાઉન્ડેશનની ઇવેન્ટ નિમિત્તે તેના બાળકોને આ બેલ વગાડવાનું ઇન્વિટેશન અપાયું હતું અને શનિવારના ત્રીજા દિવસે ચેતેશ્વર પુજારાને એ ગૌરવ મળ્યું હતું.

મિતાલી 42 વર્ષની છે. તે નિવૃત્ત થઈ ચૂકી છે. ભારત વતી તે છેલ્લે 2022માં વન-ડે રમી હતી. એ મૅચ ક્રાઇસ્ટચર્ચમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ હતી જેમાં તેણે 68 રન કર્યા હતા. મિતાલીએ 1999માં લોર્ડ્સમાં પહેલી વાર પગ મુક્યો એ સમયને યાદ કરીને ગર્વ અનુભવ્યો હતો.

આ પણ વાંચો…હું લૉર્ડસની ઐતિહાસિક બેલ વગાડતી વખતે નર્વસ હતોઃ પુજારા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button