મિશેલનો વિવાદ વકર્યોઃ હવે વોર્નરના પક્ષમાં મેક્સવેલે આપ્યું સૌથી મોટું નિવેદન

મેલબોર્નઃ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે, જ્યાં તેને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી માટે ડેવિડ વોર્નરને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે. ડેવિડ વોર્નર પર મિશેલ જહોન્સનને સવાલો કરીને વિવાદ ઊભો કર્યો હતો, જ્યારે વોર્નરના પક્ષમાં નિવેદન આપીને ફરી આ વિવાદ ચર્ચામાં આવ્યો છે.
ટેસ્ટ ફોર્મેટમાં વોર્નરનું હાલનું ફોર્મ બહુ સારું નથી, તેમ છતાં તેને આ શ્રેણીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર મિશેલ જ્હોનસને સવાલો ઉઠાવ્યા હતા. મિશેલ જ્હોન્સને પૂછ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ કરનાર ખેલાડીને હીરોની જેમ વિદાય કેમ આપવામાં આવી રહી છે. આના પર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે મિશેલ જ્હોન્સનને જડબાતોડ જવાબ આપ્યો છે.
મિશેલ જ્હોનસને થોડા દિવસો પહેલા ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયન માટે પોતાની કોલમમાં લખ્યું હતું કે અમે ડેવિડ વોર્નરની વિદાય શ્રેણીની તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ શું કોઈ મને કહી શકે કે આવું કેમ થઈ રહ્યું છે? ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં સામેલ એક ખેલાડીને હીરોની જેમ વિદાય કેમ આપવામાં આવે છે?
મોટા ભાગના લોકો મિશેલ જ્હોનસના આ નિવેદનને ખોટું પણ ગણાવી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ગ્લેન મેક્સવેલે પણ વોર્નરનો પક્ષ લીધો છે અને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીને જડબાતોડ જવાબ આપ્યો છે.
મેક્સવેલે પોતાના નિવેદનમાં કહ્યું કે ડેવિડ વોર્નર લાંબા સમયથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ચેમ્પિયન રહ્યો છે અને પસંદગીકારોએ જે વિચારશીલતા સાથે તેને ટીમમાં રાખ્યો છે તેના માટે તેમને પોતાના પર ગર્વ છે. તે બિલકુલ સ્પષ્ટ છે.