IPL 2024સ્પોર્ટસ

મિસબાહ-ઉલ-હકે (Misbah-Ul-Haq) ચોંકાવનારા વિધાનમાં કહ્યું, ‘ભારત (India) સામે રમવાનું આવે ત્યારે પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓનું દિમાગ…’

નવી દિલ્હી: આઇસીસીની મોટી ઇવેન્ટમાં (ખાસ કરીને વર્લ્ડ કપમાં) ભારત સામે રમવાનું આવે ત્યારે પાકિસ્તાની પ્લેયરોનું દિમાગ કામ જ નથી કરતું હોતું એવું વર્ષોથી ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને લાગતું રહ્યું છે, પણ હવે તો ખુદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન મિસબાહ-ઉલ-હકે પણ એવું કહ્યું છે. તેણે ચોંકાવનારા નિવેદનમાં કહ્યું છે કે ‘ભારત સામે રમવાનું આવે ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓનું મગજ જાણે ઠપ્પ થઈ જાય છે.’

વન-ડે વર્લ્ડ કપ (ODI World Cup)માં ભારતનો પાકિસ્તાન સામે 8-0નો ક્લીન રેકૉર્ડ છે, જ્યારે ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup)માં ભારતનો આ કટ્ટર દેશ સામે 6-1ની તોતિંગ સરસાઈ છે.

આગામી પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપનો સંયુક્ત આયોજનનો આરંભ થશે અને નવમી જૂને ન્યૂ યૉર્કના મેદાનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ ખેલાશે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના સપોર્ટમાં આવ્યો ગૌતમ ગંભીર, ડિવિલિયર્સ અને પીટરસન સામે સામા તીર છોડ્યા

મિસબાહે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘પાકિસ્તાની ટીમની માનસિક દશા કહો કે માનસિક કઠણાઈ, વર્લ્ડ કપમાં ભારત સામે તેમણે રમવાનું આવે ત્યારે તેઓ આવી હાલતમાં આવી જતા હોય છે. આ વખતે પાકિસ્તાની ટીમે વિશેષ તૈયારી કરવી જ પડશે, કારણકે આ વખતની ભારતીય ટીમ બહુ કાબેલ છે. એની બોલિંગ લાઇન-અપ પાવરફુલ છે જ, તેમની પાસે બહુ સારા સ્પિનરો પણ છે. પેસ-પાવરમાં તેમની પાસે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા છે. ભારતીય ટીમની ગુણવત્તા અનેકગણી વધી ગઈ છે જેને નિષ્ફળ બનાવવું આસાન નથી. આવી ગુણવત્તાવાળી ટીમ સામે મજબૂત માનસિક અભિગમ કારગત નીવડી શકે. એ બાબતમાં ઑસ્ટ્રેલિયનો સર્વશ્રેષ્ઠ ગણાય છે. ઑસ્ટ્રેલિયનોના માથે કોઈ માનસિક દબાણ જેવું નહીં હોય, પણ ભારત અને પાકિસ્તાનની વાત કરું તો જોઈએ આ બે ટીમ પ્રેશરનો સામનો કેવી રીતે કરી શકે છે.’

મિસબાહે વિરાટ કોહલી વિશે પણ ઘણું કહ્યું હતું. મિસબાહે કહ્યું, ‘પાકિસ્તાન સામે કોહલી બહુ જ સારું રમી ચૂક્યો છે અને ફરી એકવાર પાકિસ્તાનની ટીમ માટે તે મોટો પડકાર બની રહેશે. જોકે તેના નબળા સ્ટ્રાઇક-રેટની બાબતમાં થોડા દિવસથી ઘણી ચર્ચા ચાલી રહી છે. જોકે તે એવો ખેલાડી છે જે મૅચ-વિનર તરીકે ઓળખાય છે એટલે સ્ટ્રાઇક-રેટની ખાસ કંઈ ગણતરી નથી થતી. તે એવો ટૉપ-ક્લાસ પ્લેયર છે જે પોતાની ટીમને મૅચો જિતાડી આપે છે. સારા ખેલાડીઓ પોતાની ટીકામાંથી પ્રેરણા લેતા હોય છે.’

2007ના પ્રથમ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં જોગિન્દર શર્માના બૉલમાં મિસબાહે સ્કૂપ શૉટ માર્યો અને શ્રીસાન્તે તેનો કૅચ પકડી લેતાં ભારતે પાકિસ્તાનના હાથમાંથી વિજય અને ટ્રોફી છીનવી લીધા હતા. મિસબાહ હજી એ શૉટની ભૂલ ભૂલ્યો નથી.

પાકિસ્તાને ત્યારે છેલ્લા ચાર બૉલમાં માત્ર છ રન બનાવવાના હતા, પરંતુ મિસબાહે બૉલને ફાઇન લેગ પરથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલવાનો મનસૂબો ઘડ્યો હતો. જોકે શ્રીસાન્તે કૅચ પકડી લેતાં પાકિસ્તાન 157 રનના લક્ષ્યાંક સામે 152 રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું અને ભારતનો પાંચ રનથી દિલધડક વિજય થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…