સ્પોર્ટસ

Mike Tyson ને Jake Paul ને લાફો માર્યો; જાણો આ હાઈપ્રોફાઈલ મેચ ભારતમાં ક્યારે, ક્યાં જોવા મળશે…

આર્લિંગ્ટન: દિગ્ગજ બોક્સર માઇક ટાયસન20 વર્ષ બાદ બોક્સિંગ રીંગમાં જોવા મળશે. આજે શુક્રવારે ટેક્સાસના આર્લિંગ્ટનમાં AT&T સ્ટેડિયમમાં માઇક ટાયસન અને યુટ્યુબર જેક પૌલ વચ્ચેનો હેવીવેઇટ શોડાઉન મુકાબલો ((Mike Tyson vs Jake Paul Showdown match) યોજાશે. આ પહેલા માઈક ટાઈસને વિવાદ ઉભો કર્યો છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ગુરુવારેના વેઇટ ઇન દરમિયાન, ટાયસને તેના પ્રતિસ્પર્ધી પૌલને થપ્પડ મારી હતી. ટાયસને તેના સાથીઓ સભ્યો સાથે સ્ટેજ પરથી બહાર નીકળતા પહેલા કહ્યું “ટેકિંગ ઓવર.” જેના જવાબમાં પોલે કહ્યું કે,”મને કશું લાગ્યું નથી, તે ગુસ્સામાં છે. ક્યુટ સ્લેપ બડી.” ટાયસનનું વજન 228.4 પાઉન્ડ નોંધાયું જયારે પોલનું વજન 227.2 પાઉન્ડ નોંધાયું હતું.

આગાઉ મેચ મુલતવી રખાયો હતો:

ટેક્સાસ લાયસન્સિંગ અને રેગ્યુલેશન્સ વિભાગ દ્વારા મંજૂર કરાયેલ આ મુકાબલો અગાઉ 20 જુલાઈના રોજ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ મે મહિનામાં મિયામીથી લોસ એન્જલસની ફ્લાઈટમાં ટાયસનની તબિયત લથડતા મેચ મુલતવી રાખવામાં આવ્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખ્યા બાદ, ટાયસનને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

19 વર્ષ બાદ ટાયસન ટાયસન બોક્સિંગ રીંગમાં:

ટાયસન 19 વર્ષ પછી પ્રોફેશનલ બોક્સિંગ એરેનામાં જોવા મળશે. છેલ્લે તે 2005માં કેવિન મેકબ્રાઇડ સામે મેચ રમ્યો હતો, જેમાં ટાઈસનની હાર થઇ હતી. ટાયસને 2020માં રોય જોન્સ જુનિયર સાથે લડાઈ કરી હતી પરંતુ તે એક એક્ઝીબીશન મેચ હતી. 1986માં ટ્રેવર બર્બિકને હરાવ્યા બાદ ટાયસન 20 વર્ષની ઉંમરે વર્લ્ડ ટાઇટલ જીતનાર સૌથી યુવા હેવીવેઇટ બન્યો.

પૌલે YouTuberમાંથી બોક્સર બન્યો હતો, તેણે 2020થી પ્રોફેશન મેચમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. મોટાભાગે ભૂતપૂર્વ MMA ફાઈટર્સ સામે લડ્યો, ફેબ્રુઆરીમાં પૌલને ટોમી ફ્યુરીએ હરાવ્યો હતો પહેલાં તેની બોક્સિંગ કારકિર્દીમાં સતત છ જીત મેળવી.

આ ફાઈટ ક્યાં જવા મળશે?

માઈક ટાયસન અને જેક પોલની લડાઈ કોઈપણ ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે નહીં. તે ફક્ત નેટફ્લિક્સ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.

આ પણ વાંચો : સાનિયા મિર્ઝા હવે આ દેશ માટે કરશે કામ, હરભજનને પણ મળી મોટી જવાબદારી

ફાઇટની તારીખ અને સમય:

આ ફાઈટ 15 નવેમ્બરના રોજ 8 PM ET વાગ્યે શરૂ થશે (ભારતીય સમય મુજબ 16 નવેમ્બરના રોજ સવારે 6:30 વાગ્યે). જ્યારે અંડરકાર્ડ્સ IST સવારે 6:30 વાગ્યે શરૂ થશે, ટાયસન અને પોલ વચ્ચેનો મુકાબલો IST સવારે 9:30 વાગ્યે થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button