મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Modi)ને બુધવાર, 17મી સપ્ટેમ્બરે 75મા જન્મદિન નિમિત્તે ફૂટબૉલના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ 2022ના ફિફા વર્લ્ડ કપની પોતાની વર્લ્ડ ચૅમ્પિયન-જર્સી (Jersey) પોતાના ઑટોગ્રાફ સાથે મોકલી છે.

આર્જેન્ટિનાનો ફૂટબૉલ-સ્ટાર મેસી ડિસેમ્બરમાં ભારત આવવાનો છે અને એ પ્રવાસ દરમ્યાન તે મુંબઈ સહિત કેટલાક શહેરોમાં ફૂટબૉલ રમશે. મેસીના ભારત-પ્રવાસની વ્યવસ્થા કરી રહેલા પ્રમોટર સતાદ્રુ દત્તાએ પીટીઆઇને જણાવ્યું હતું કે ` ફૂટબૉલ-આઇકન મેસીએ મોકલેલી વર્લ્ડ કપ જર્સી બે-ત્રણ દિવસમાં પીએમને પહોંચાડવામાં આવશે.’

આ પણ વાંચો: પીએમ મોદીને ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

દત્તાએ પીટીઆઇને જણાવ્યું હતું કે ` હું ભારત-પ્રવાસ વિશે ફેબ્રુઆરીમાં મેસીને મળ્યો હતો ત્યારે મેં તેને એવું પણ કહ્યું હતું કે 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો 75મો જન્મદિન ઉજવશે. ત્યારે મેસીએ મને કહેલું કે તે વડા પ્રધાનને પોતાના ઑટોગ્રાફવાળું જર્સી ભેટ તરીકે મોકલશે.’

દત્તાએ પીટીઆઇને એવું પણ કહ્યું હતું કે ` ડિસેમ્બરની મધ્યમાં મેસી ભારત આવશે ત્યારે પીએમ મોદી અને મેસી વચ્ચે મીટિંગ યોજાય એ માટે પણ હું પ્રયત્નશીલ છું.’

મેસીની ભારત-ટૂરમાં સૌથી પહેલાં તે ફૂટબૉલ-ક્રેઝી કોલકાતા શહેરમાં જશે. એવું મનાય છે કે 15મી ડિસેમ્બરે મેસી દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાને જશે અને તેમને મળ્યા બાદ સ્વદેશ જવા રવાના થશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button