મેસીની ગોલની ફરી હૅટ-ટ્રિક, ગોલ્ડન બૂટ અવૉર્ડ માટે દાવેદાર

નૅશવિલ (અમેરિકા): અહીં મેજર લીગ સૉકર (MLS)ની કરીઅરમાં લિયોનેલ મેસીએ શનિવારે ગોલની બીજી હૅટ-ટ્રિક કરીને ઇન્ટર માયામી ક્લબની ટીમને નૅશવિલ (Nashville) એસસી સામેની મૅચમાં વિજય અપાવ્યો હતો. માયામીનો 5-2થી વિજય થયો હતો. એ સાથે, મેસી હવે આ એમએલએસની વર્તમાન સીઝનને અંતે ગોલ્ડન બૂટ પુરસ્કાર માટે દાવેદાર બની ગયો છે.
ગોલ્ડન બૂટ અવૉર્ડ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીને મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર તરીકે આપવામાં આવે છે અને એ માટે ડેનિસ બૉઉએન્ગા ઉપરાંત હવે મેસી પણ દાવેદાર છે. હકીકતમાં મેસીના ગોલની સંખ્યા (29) ડેનિસના ગોલની સંખ્યા (24) કરતાં પાંચ વધુ છે એટલે મેસી પ્રબળ દાવેદાર છે.
એમએલએસની વર્તમાન સીઝનમાં મેસી 29 ગોલ સાથે અગ્રેસર છે. છેલ્લે તેણે એક જ મૅચમાં ગોલની હૅટ-ટ્રિક ગયા વર્ષની 19મી ઑક્ટોબરે નોંધાવી હતી. ત્યારે ઇન્ટર માયામીએ ન્યૂ ઇંગ્લૅન્ડ રિવૉલ્યૂશન નામની ટીમને 6-2થી માત આપી હતી.
ઇન્ટર માયામીની ટીમ હવે પ્લે-ઑફના પ્રથમ રાઉન્ડમાં નૅશવિલ એસસી ટીમ સામે જ રમશે.
આપણ વાંચો: વજન ઘટાડવા રોહિતે વડાપાંઉ છોડ્યું, દરરોજ એટલા કલાક ટ્રેનીંગ કરી; અભિષેક નાયરે આપી માહિતી