ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પુરા થવા પર મેલબર્નમાં થશે ઉજવણી
ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે થશે જોરદાર ટક્કર

મેલબોર્ન: ઑસ્ટ્રેલિયા 2027માં ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પુરા થવાના અવસર પર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં એકમાત્ર ટેસ્ટ મેચ માટે ઇગ્લેન્ડની યજમાની કરશે. પ્રથમ ટેસ્ટ મેચ માર્ચ 1877ના રોજ ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે એમસીજીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 45 રનથી જીતી હતી.
આ બંન્ને ટીમો વચ્ચે 1977માં પણ ટેસ્ટ ક્રિકેટના 100 વર્ષ પુરા થવા પર મેચ રમાઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ આટલા જ અતંરથી જીત હાંસલ કરી હતી. તે સિવાય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2024-25 થી 2030-31 સુધીની આગામી સાત સત્ર માટે પુરૂષ ટીમની ટેસ્ટ, વન-ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય અને અન્ય મેચો માટે યજમાન સ્થળોને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય ક્રિકેટ સંસ્થા અને રાજ્ય સરકારો વચ્ચે રણનીતિક ભાગીદારીની એક શ્રેણીનો ભાગ છે જેથી સમગ્ર દેશમાં ક્રિકેટ ઈવેન્ટ્સનું વિસ્તરણ કરતા પ્રશંસકો અને સમુદાયો સુધી પહોંચ વધારી શકાય.
આ પણ વાંચો : ભારતીય હૉકી ટીમની કમાલ, ઑસ્ટ્રેલિયાને બાવન વર્ષે ઑલિમ્પિક્સમાં હરાવ્યું
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ નિક હોકલેને ટાંકીને જણાવ્યું હતું કે ‘અમે રાજ્ય અને પ્રદેશ સરકારો અને આયોજન સ્થળ સંચાલકોના મજબૂત સમર્થન માટે ખૂબ જ આભારી છીએ જે અમને દેશભરમાં શાનદાર અનુભવો આપે છે અને આ મુખ્ય ઇવેન્ટ્સમાંથી આર્થિક લાભો મેળવવામાં મદદ કરે છે. માર્ચ 2027માં એમસીજી ખાતે ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પુરા થવાના અવસર પર યોજાનારી ટેસ્ટ મેચ એક શાનદાર ઉત્સવ હશે. અમે તે પ્રસંગે ઈંગ્લેન્ડની યજમાની માટે રાહ જોઈ શકતા નથી.’
બોક્સિંગ ડે ટેસ્ટને મેલબોર્નથી અન્ય સ્થળે ખસેડવાની અટકળોનો પણ અંત લાવ્યો, જે એક પરંપરા છે, જ્યારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ નવા વર્ષની મેચનું આયોજન કરવાનું ચાલુ રાખશે. વધુમાં એડિલેડ ઓવલ 2025/26 સીઝનથી દર ડિસેમ્બરમાં ‘ક્રિસમસ ટેસ્ટ’નું આયોજન કરવા માટે તૈયાર છે, જેમાં ડે-નાઇટ ટેસ્ટ અને ડે ટેસ્ટનું મિશ્રણ જોવા મળશે. પર્થને 2026-27 સીઝન સુધી પ્રથમ મેન્સ સમર ટેસ્ટની યજમાની કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે